એક જ રાતમાં એકસાથે 4 ઘરોના તાળા તોડીને તસ્કરોએ લાખોની લુંટ મચાવી અને… જાણીને પોલીસ પણ ગોટે ચડી 

હાલમાં એક બાજુ આ કોરોના મહામારી ચાલી રહી છે તો બીજી બાજુ સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન ફરીવાર માંડલ તાલુકાના વરમોર…

હાલમાં એક બાજુ આ કોરોના મહામારી ચાલી રહી છે તો બીજી બાજુ સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન ફરીવાર માંડલ તાલુકાના વરમોર ગામમાં તસ્કરોએ એક સાથે ચાર મકાનમાં લુંટ મચાવી હતી. જેમાં 5 લાખ 9 હજાર 300 રૂપિયાની ચોરી થયાનું જાણવા મળ્યું છે.

માંડલ તાલુકાના વરમોર ગામમાં ઠાકોરવાસ મહોલ્લામાં રાત્રેે એક સાથે ચાર મકાનમાં તસ્કરોએ તીજોરી તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 5 લાખ 9 હજાર 300 રૂપિયાની ચોરી કરી હતી. આ ઘટનાની જાણ ચારે ઘર માલિકને થતાં તેમણે તા.20ના રોજ માંડલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

માંડલ પોલીસ સહિત ગાંધીનગર વીજીલન્સ સ્ક્વૉર્ડ, ડાગ સ્ક્વૉડ સહિતની પોલીસ ટીમ દ્વારા તસ્કરોને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન ફરિયાદી કાનાભાઈ સુરસંગજી લક્ષ્મણજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ તા.19ની રાત્રે 10:30 વાગ્યાથી તા.20ની વહેલી સવારે 5 વાગ્યે માંડલ તાલુકાના વરમોર ગામે ઠાકોરવાસમાં રહેતાં કાનાભાઈ સુરસંગજી ઠાકોર, મીલનભાઈ ભગવાનભાઈ ઠાકોર, ખેંગારભાઈ નાનુજી, મહેશભાઈ ખેંગારભાઈના રહેણાંકના મકાનમાં તસ્કરો ત્રાટકીને ઘરના દરવાજા ખોલીને ઘરમાં પ્રવેશ્યા હતાં.

જાણવા મળ્યું છે કે, તસ્કરોએ તીજોરી, લાકરના દરવાજા-નકુચા તોડીને અલગ અલગ ઘરમાંથી કુલ 5 લાખ 9 હજાર 300 રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા હતાં. આ ઉપરાંત મહેશભાઈનું બજાજ કંપનીનું મોટર સાયકલ પણ ઉઠાવી જઈ દુર ખેતરમાં નાખી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *