સુહાગરાતના દિવસે જ પતિએ પત્નીના નગ્ન ફોટો વાઈરલ કરવાની ધમકી આપી માંગ્યા 20 લાખ

અમદાવાદ(ગુજરાત): સોશિયલ મીડિયામાં પતિએ પત્નીના નગ્ન ફોટો વાઈરલ કરી દેવાની ધમકી આપીને 20 લાખ દહેજ પેટે આપે તો છૂટાછેડા આપવાનું દબાણ કર્યું હોવાની પોલીસ ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર, 22 વર્ષથી અમદાવાદ શહેરના મણિનગરમાં રહેતી એનઆરઆઈ મહિલા અમેરિકામાં રહે છે. મહિલાનો સોશિયલ મીડિયા દ્રારા વર્ષ 2015માં ઘોડાસરમાં રહેતા યુવક સાથે સંપર્ક થયા બાદ પ્રેમસબંધ બંધાયા હતા. થોડા સમય પછી યુવકે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેથી મહિલા 2016માં અમેરિકાથી અમદાવાદ આવી યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. મહિલા જયારે લગ્ન બાદ સાસરિયે રહેવા ગઈ ત્યારે તેના પતિએ સુહાગરાતના દિવસે મહિલાની જાણ બહાર તેના નગ્ન ફોટા લઇ લીધા હતા.

ત્યાર બાદ તેણે દહેજમાં પાંચ લાખની માગણી કરતા કહ્યું હતું કે, તું મને અમેરિકા લઈ જા અને ત્યાંનો નાગરિક બનાવ, જેને કારણે યુવકનો આવો સ્વભાવ મહિલાએ પતિનું વર્તન જોઈ આ વાતનો ઈનકાર કર્યા ત્યારે યુવકે મહિલાને મારીને તેના દાગીના લઈ લીધા હતા. જેના કારણે બીજા જ દિવસે મહિલા સંબંધીના ઘરે ચાલી ગઈ હતી અને ત્યાંથી વહેલી તકે અમેરીકા જતી રહી હતી.

આ ઘટના અહી પૂણ થઇ ન હતી તેનો પતિ અવારનવાર તેને ફોન કરીને તેના નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેવાની ધમકી આપીને દહેજની માગણી કરી માનસિક ત્રાસ આપતો હતો. એટલું જ નહીં, પતિએ તેને છૂટાછેડા આપવા માટે વધુ 20 લાખની માગણી કરી માનસિક ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. ત્યારે મહિલાએ અમદાવાદ આવીને આ મામલે પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *