ગાંઠિયાનું નામ સાંભળતા જ લાળ ટપકાવતા ગુજરાતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો- બનાવવા વપરાય છે કપડા ધોવાનો પાવડર

રાજકોટ(ગુજરાત): દરેક ગુજરાતીઓને ગાંઠિયાનું નામ સાંભળીને મોમાં પાણી આવતું હોય છે. તેમાં પણ રવિવારે સવારે રાજકોટમાં ગાંઠિયાનો નાસ્તો તો હોય જ છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ફરસાણોની દુકાનોની ચકાસણીમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અવનવી વાનગીઓ બનાવવા માટે રાજકોટની અનેક ફરસાણની દુકાનોમાં કપડાં ધોવાનો પાઉડરનો ઉપયોગ કરે છે.

મળતી માહિતી મુજબ, ફરસાણ બનાવતા એકમો પર મનપાની ફૂડ શાખાએ ચેકિંગ શરુ કર્યું હતું. જેમાં 5 એકમમાંથી ચકાસણી કરતા ફરસાણ બનાવવા માટે કપડાં ધોવાના પાઉડરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. શહેરમાં આવેલી 5 દુકાનો જેમાં વીર બાલાજી ફરસાણ, ભગવતી ફરસાણ સ્વીટ માર્ટ, ચામુંડા ફરસાણ, ભારત સ્વીટ માર્ટ અને સ્વામિનારાયણ ફરસાણ, પેઢી પર ચેકિંગ શરુ કર્યું હતું. આ 5 માંથી 3 દુકાનોમાં વોશિંગ સોડા 25 કિલો ઉપરાંત અલગ અલગ સ્થળેથી પાપડી 8 કિલો, સક્કરપારા 2 કિલો, પેંડા 4 કિલો, મોહનથાળ 10 કિલો, મોતીચુર લાડુ 3 કિલો, તીખી પાપડી 20 કિલો, તીખા ગાંઠીયા 22 કિલો, સૂકી કચોરી 4 કિલો, સમોસા 21 કિલો, તીખુ ચવાણું 8 કિલો જેવા અખાદ્ય ફરસાણ મળી આવ્યું હતું.

વોશિંગ પાઉડર ખાવાના સોડા કરતા સસ્તો હોવાના કારણે વેપારીઓ ગાંઠિયામાં ખાવાના સોડાના બદલે વોશિંગ પાઉડરનો ઉપયોગ કરી સામાન્ય નાગરિકના આરોગ્ય સામે ચેડાં કરતા જોવા મળી રહ્યા હતા. થોડું કમાવવા માટે વેપારીઓ લોકોનાં આરોગ્યને મુશ્કેલીમાં મુકવા માટે જરાક પણ અચકાતા નથી. આવા વોશિંગ પાવડરવાળા ગાંઠિયા ખાવાથી લોકોનું સ્વાસ્થ્ય બગડે છે. આવું ખાવાથી લોકોનાં આંતરડા અને હોજરીમાં ખુબ નુકસાન પહોચે છે. આ ઉપરાંત શહેરમાં દૂધમાં ભેળસેળ ચકાસવા મિલ્કોસ્કેન મશીન વડે 28 નમુનાનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરાયું હતું. જોકે તેનો કોઈ રિપોર્ટ જાહેર કરાયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *