મહેસાણા(ગુજરાત): આજકાલ અકસ્માતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, ફરીવાર એક અકસ્માત(Accident) સામે આવ્યો છે. જેમાં મહેસાણા(Mehsana) શહેરનાં પરા ટાવર(para tower) નજીક એક યુવાન દારૂનાં નશાની હાલતમાં(In a state of intoxication) કાર હંકારતા અકસ્માત સર્જાયો હતો. લોકોનું કહેવું છે કે, યુવાન દારૂનાં નશાની હાલતમાં હતો અને કારની સ્પીડ(full Speed) પણ વધારે હોવાથી ભાન ન રહેતાં ફૂટપાથ(Sidewalk) પર ગાડી ચઢાવી દીધી હતી.
આ અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ફૂટપાથ પર કાર ચઢાવી નાખતાં ઉશ્કેરાયેલા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો અને લોકોએ યુવાનને કારમાંથી પકડીને બહાર કાઢવાની ઘણી કોશિશ પણ કરી હતી. પરંતુ યુવાન કારમાંથી બહાર ન આવતા ખબર પડી કે, કાર ચાલક નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. યુવાનની કાર ફૂટપાથ ચઢી જતાં કારની પ્લેટ, કારનો કાચ પણ તૂટી ગયો હતો અને કાર બંધ થઈ ગઈ હતી.
અકસ્માત સર્જાતા પરા ટાવર નજીક લોકોની ઘણી ભીડ અને ટ્રાફિક સર્જાયો હતો. પરંતુ લોકોનું કહેવું હતું કે, ફૂટપાથ પર આવી રીતે કાર ચઢાવી દેતા આવતાં જતાં લોકોને કંઈ ઇજા થઇ હોત તો! સારું થયું કે કોઈ ઇજાગ્રસ્ત નથી થયું. આ દારૂના નશામાં કાર ચલાવતા અકસ્માત થયાંનું દ્રશ્ય જોતાં લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો.
બાદમાં લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી દીધી હતી. લોકો દ્વારા તરત જ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોચી હતી અને પોલીસ દ્વારા દારૂનાં નશાની હાલતમાં કાર ચલાવતા યુવાનની પૂછપરછ કરી વધુ તપાસ આદરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.