મહેસાણામાં નિષ્ઠુર જનેતાએ 3 વર્ષની માસુમ બાળકીને ગળેટૂંપો આપી દર્દનાક મોત આપ્યું

મહેસાણા(Mehsana): ઉત્તર ગુજરાતના મહેસાણામાં આવેલ ગાંધીનગરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. લિંક રોડ પર આવેલા ગોકુલધામ ફ્લેટ નજીક ઝૂંપડીમાં પોતાની જીવન નિર્વાહ કરતી માતાએ 3 વર્ષની માસુમ બાળકીને ગળેટૂંપો આપી દર્દનાક મોત આપ્યું હતું. ગઇકાલે રાત્રે 3 વાગે બાળકી ગુમ થયા બાદ બુધવારે સવારે બાજુના ખેતરમાંથી ગળે દુપટ્ટો વીંટેલી હાલતમાં માંસુમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. તપાસ દરમિયાન પોલીસ ડોગ બાળકીની માતા સામે આવીને ઊભો રહ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને પોલીસે શંકાના આધારે પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, માતાએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનો ગુનો કબૂલી લીધો છે અને ગુરુવારે કોરોના ટેસ્ટ બાદ કાયદેસર ધરપકડ કરવામાં આવશે. મહિલાને પ્રેમી સાથે ભાગવામાં બાળકી આપતિજનક બની રહી હતી જેના કારણે મારી નાખી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ગોકુલધામ ફ્લેટ નજીક ઝૂંપડીમાં રહેતી રાધિકા અરવિંદ સાંગરણા તેની 3 વર્ષની પુત્રી સોનાક્ષી સાથે સૂતી હતી. ત્યારે રાત્રે 3 વાગે બાળકી જોવા ન મળતાં આસપાસની ઝૂંપડીમાં રહેતા લોકોને જગાડી શોધખોળ હાથ ધરી હતી.

હત્યાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ હાથ ધરી હતી. પોલીસે FSL ટીમ સાથે ડોગ સ્કવોડને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી. પોલીસ-ડોગને બાળકીના ગળામાં વીંટેલો દુપટ્ટો સુંઘાડ્યો હતો. ત્યાર બાદ ડોગ એક લાઇનમાં ઊભેલા 25 મજૂર પાસેથી પસાર થતાં મૃતક બાળકીની માતા રાધિકા પાસે આવીને ઊભો રહ્યો હતો, આથી તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ જવાઇ હતી.

પોલીસ કસ્ટડી દરમ્યાન હત્યારી માતાના નિવેદન પરથી પોલીસે જણાવ્યા કે, મૃતક સોનાક્ષીની માતા રાધિકા પતિ અરવિંદ સાથે દાહોદમાં રહેતી હતી. જોકે, સાસરીથી રિસાઇને ચારેક મહિના પહેલાં પુત્રી સોનાક્ષીને લઇ મહેસાણા આવી હતી. મહેસાણામાં મજૂરી કરી ગુજરાન ચલાવતી હતી. બાળકીની માતાને આ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જ એક પરિણીત યુવક સાથે પ્રેમસંબંધ હતો. જ્યારે તેનો પતિ બીજી મહિલા સાથે રહે છે. પ્રેમી સાથે જવું હોઇ આ બાળકી કાંટારૂપ હોઇ તેના પ્રેમી સાથે મળીને જ હત્યા કરી હોવાનું હાલના તબક્કે મનાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *