હાલમાં મોરબીના રામઘાટ નજીક આવેલા મકરાણીવાસ વિસ્તાર નજીક ગઇકાલે મોડી રાત્રીએ છરીના ઘા ઝીંકીને કાલીકા પ્લોટમાં રહેતા ફકીર યુવાનનું મર્ડર કરી નાંખવામાં આવેલ છે. પોતાની બહેન સાથેના યુવકના સબંધનો રોષ રાખીને યુવતીના ભાઇએ કરેલો હુમલો પ્રાણઘાતક સાબિત થયો હતો. જેથી હત્યા કરાયેલી યુવીનની લાશને પીએમ માટે સિવિલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે હુમલાખોરની ધરપકડ કરીને આગળની કામગીરી શરૂ કરી છે.
મોરબી ડિવિજન પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર મોરબીના રામઘાટ નજીક આવેલ મકરાણીવાસ નજીક ગઇકાલે તા.7 ફેબ્રુઆરીના રાત્રીના અગિયાર વાગ્યા આજુબાજુ અરસામાં ફકીર યુવાનને છરીનો જીવલેણ ઘા છાતીના ભાગે તેમજ હાથે-પગે પણ છરીના જીવલેણ ઘા મારી દેવામાં આવ્યા હતાં અને ફકીર યુવાનને સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજયું હતું.
મૃતક યુવાનનું નામ રફીકશા અબ્બાસશા રફાઇ જાતે ફકીર છે જે કાલિકા પ્લોટ ઇન્ડીયા પાન પાસે મોરબી રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં છાતીના ભાગે છરીનો ઘા ઝીંકીને રફીકશાની નિર્દય હત્યા કરવામાં આવી છે. રાતે મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા લોકોના ટોળા ભેગા થયા હતા. ઘટનાને પગલે ડીવાયએસપી, પીઆઇ સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે તેમજ સિવિલ હોસ્પીટલે દોડી ગઈ હતી.
ત્યારબાદમાં મોડી રાત્રીના મૃતક રફીકશાના પિતા અબ્બાસશા મહમદશા રફાઈ જાતે ફકીર જે કાલીકા પ્લોટ શેરી નંબર-2 વાળાએ હાજી ખુરેશી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોધાવી જણાવ્યું હતું કે, તેમના મૃતક પુત્ર રફીકશાને સામેવાળા હુમલાખોર આરોપી રીયાઝ હાજી ખુરેશીની બહેન સાથે આશરે સાત વર્ષ પહેલાં પ્રેમસંબંધ હતો અને તે બાબતે બંને પરિવારો વચ્ચે સમાધાન થઈ ગયું હતું તેમ છતાં પણ તે વાતનો ગુસ્સો રાખીને ગઈકાલે રિયાઝ હાજી ખુરેશીએ તેમના પુત્ર રફીકશાને રામઘાટ પાસે બોલાવ્યો હતો અને ત્યાં તેના ઉપર છરી વડે છાતીના ભાગે તેમજ હાથ અને પગના ભાગે ગંભીર હુમલો કર્યો અને તેમના પુત્ર રફીકશાનું મૃત્યુ થયું હતું. હાલ પીઆઇ સોનારા દ્વારા હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle