ગુજરાત(Gujarat): મોરબી(Morbi)માં લોકોના આરોગ્યની સાથે ચેડાં થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ખુલ્લેઆમ લીલા ચણા પર ગટરનું પાણી રેડી વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી સામે આવતા મોરબીના લોકોના હોંશ ઉડી ગયા છે, જેમાં મોરબીમાં ગટરના પાણીથી લીલા ચણા ધોઇ બેફામ રીતે વેચાણ કરી લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો વીડિયો(Viral videos) સોશિયલ મીડિયા(Social media)માં વાઇરલ થતાં આખા મોરબીમાં ચકચાર મચી જવા પામ્યો છે.
મોરબીના બેઠા પુલ નીચે રેકડીમાં લીલા ચણા વેચતો એક શખ્સ બાજુમાં નીકળતી ગટરમાંથી પાણી ભરી લીલા ચણા ધોઇ લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો કેટલા દિવસ જૂનો છે એ અંગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી.
મોરબીમાં લોકોનાં આરોગ્યની સાથે સરેંઆમ ચેડાં કરી લીલા ચણા પર ગટરનું પાણી નાખીને વેચાણ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતા સમગ્ર મોરબીમાં ચકચાર મચી જવા પામી છે અને સાથે જ એક ચર્ચાનો વિષય બન્યો છે. તંત્ર દ્વારા આ વાઇરલ વીડિયોની તપાસ કરવામાં આવે અને તાકીદે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી વ્યાપક માગ મોરબી વાસીઓ દ્વારા ઉઠાવવામાં આવી છે. મોરબી આરોગ્ય વિભાગના લોકોએ આ અંગે જણાવતા કહ્યું હતું કે “અમને આ વાઇરલ વીડિયોની કોઇ જાણકારી નથી તેમ છતાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરીશું.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.