લોકો એટલાં હેવાન બનતા જાય છે કે કોઈની જાન લેવી બધાં માટે સામાન્ય થઈ ગઈ છે. પતિ-પત્ની પોતા અફેર્સ માટે એકબીજાની જાન પલવારમાં લઈ લે છે. તેઓ કય વિચારતાં પણ નથી. આવી જ એક ઘટના મુંબઈના તિલક નગરમાં બની છે. તેનાં પર તેની જ પત્નીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
પતિ મોહમ્મદ ઈકબાલ શેખ પર પોતાની જ પત્ની રૂપાલીને મારી નાખવાનો આક્ષેપ
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીનું નામ મોહમ્મદ ઈકબાલ શેખ છે અને મૃતકનું નામ રૂપાલી છે. આ ઘટના 26 સપ્ટેમ્બરે રાત્રે લગભગ 10 વાગ્યે બની હતી. મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા મોહમ્મદ ઈકબાલ શેખ અને રૂપાલીના પ્રેમ લગ્ન થયા હતા. લગ્નના થોડા દિવસો પછી જ ઇકબાલના પરિવારના સભ્યો બંને સાથે રહેવા આવ્યા હતા.
તેઓ રૂપાલી પર મુસ્લિમ પદ્ધતિઓ અપનાવવા માટે દબાણ કરી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે ઇસ્લામિક રિવાજોનું પાલન કર, બુરખો પહેર, વગેરે. પરંતુ, રૂપાલીએ તેનાં સસરા લોકોની વાત ન સાંભળી અને પોતાના ધર્મ પર અડગ રહી. આ બાબતે પરિવારમાં અવારનવાર ઝઘડો થતો હતો. આ દરમિયાન રૂપાલી અને ઈકબાલને એક પુત્ર પણ થયો હતો.
પારિવારિક ઝઘડાઓથી કંટાળીને રૂપાલીએ અલગ રહેવાનું શરૂ કર્યું. પતિ-પત્ની અલગ રહેતાં હતાં પરંતુ તેઓ ફોન પર વાતચીત કરતા હતા, આ વાતચીત સમયે ઈસ્લામ અપનાવવાને લઈને ઝઘડો થયો હતો. 26 સપ્ટેમ્બરના રોજ ઇકબાલે રૂપાલીને મળવા બોલાવી હતી. આ સમયે રૂપાલીએ ઈકબાલને છૂટાછેડા આપવા કહ્યું. ઈકબાલે બાળકને ટાંકીને કહ્યું કે તું છૂટાછેડા લઈ શકે નહીં.
ત્યારબાદ બંને વચ્ચે મોટો ઝઘડો થયો હતો. આ ઝગડાને લઈને ઇકબાલ રૂપાલીને નજીકની શેરીમાં ખેંચી ગયો અને તેના પર ચાકુ વડે હુમલો કર્યોનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઇકબાલે કરેલાં આ હુમલાને કારણે રૂપાલીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આરોપી ઈકબાલ તરત જ સ્થળ પરથી ભાગી ગયો હતો. આ ઘટનાનાં થોડા સમય બાદ તિલક નગર પોલીસે આરોપી ઈકબાલને કસ્ટડીમાં લીધો હતો. આ કેસમાં એવી પણ માહિતી છે કે રૂપાલી ઈકબાલની બીજી પત્ની હતી. પહેલી પત્નીને ઇકબાલે છૂટાછેડા આપી દીધા હતા. આ કેસમાં પોલીસે હજુ આગળ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.