ભાઈ-બહેનનો સંબંધ નિઃસ્વાર્થ તથા અતુલ્ય હોય છે. આવા પવિત્ર સંબંધનું ઉત્તમ ઉદાહરણરૂપ ઘટના હાલમાં સામે આવી છે. રાજ્યમાં આવેલ પાલનપુર તાલુકાના નળાસર ગામમાં ગુરૂવારનાં રોજ શિવજીના મંદિરે સામાજીક બંધુત્વનો ત્રિવેણી પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.
જ્યા ગામના ચૌધરી યુવકે ગઠામણ ગામની એક દીકરીને સાથે લઇને આવેલ મોદી સમાજની ત્યકતા મહિલાની સાથે લગ્નગ્રંથીથી જોડાઇને સામાજીક સમરતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ. જ્યારે લગ્ન ગ્રંથીથી જોડાનાર મહિલાના મુસ્લિમ ભાઇએ કન્યાદાન કરી ભાઇનો ધર્મ નિભાવ્યો હતો. પાલનપુર તાલુકામાં આવેલ નળાસર ગામમાં ગુરૂવારે શિવજીના મંદિરે અનોખી લગ્નવિધી થઇ હતી.
મુસ્લિમ ભાઈએ કન્યાદન કરી ભાઈનો ધર્મ નિભાવ્યો:
ગામના સરપંચ પુરીબેન કેશરભાઇ પટેલ જણાવે છે કે, ગામના ચૌધરી સમાજના દિનેશભાઇએ પાલનપુરના ગઠામણ ગામના અંકિતાબેન મોદી કે, જેઓ ત્યકતા છે. આની સાથે જ તેઓ એક દીકરીની માતા છે. એમની સાથે ગામના શિવજીના મંદિરમાં ફૂલહાર સહિતની ધાર્મિક વિધીની સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા.
જ્યાં અંકિતાબેને બનાવેલ ધર્મના ભાઇ શમશેરપુરા ગામના આશિતખાન પઠાણ તેમના પરીવારની સાથે હાજર રહ્યા હતા તેમજ અંકિતાબેનનું કન્યાદાન કરીને ભાઇનો ધર્મ નિભાવ્યો હતો. આ પ્રસંગે ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહીને સમૂહ ભોજન પણ લીધુ હતુ.
જાન ન જોડી, મહિલાને સામેથી ગામમાં લવાઈ:
અતિ આશ્વર્યની વાત તો એ છે કે, દિનેશભાઇ ચૌધરીએ લગ્ન કરવા માટે જાન જોડીને ગઠામણ ગામમાં જવાને બદલે તેમની પરિણીતા તથા પરિવારને સામેથી નળાસર ગામમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં શિવજીના મંદિરે ફુલહાર સહિતનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.