રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી(Mahatma Gandhi) પર બાબા કાલીચરણ(Baba Kalicharan)ના વિવાદાસ્પદ નિવેદનનો મામલો હજુ ઠંડો પડ્યો નથી. કે હવે વધુ એક બાબાએ બાપુ વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. સોમવારે નરસિંહપુર(Narsinghpur)માં ભાગવત કથાના વાચક તરુણ મુરારી બાપુ(Tarun Murari Bapu)એ મહાત્મા ગાંધીને દેશદ્રોહી કહ્યા હતા. જે બાદ નરસિંહપુર સ્ટેશન ગંજ પોલીસે તરુણ મુરારી બાપુ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. વાસ્તવમાં નરસિંહપુરના છિંદવાડા રોડ સ્થિત વીરા લૉનમાં શ્રીમદ ભાગવત કથાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં તરુણ મુરારી બાપુ કથાકાર તરીકે સામેલ થયા હતા.
તરુણ મુરારી બાપુએ મહાત્મા ગાંધી વિશે કહ્યું હતું કે જે રાષ્ટ્રના ટુકડા કરે છે તે રાષ્ટ્રપિતા કેવી રીતે હોઈ શકે, હું તેનો વિરોધ કરું છું, તે દેશદ્રોહી છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી ન તો મહાત્મા છે અને ન તો તેઓ રાષ્ટ્રપિતા બની શકે છે, પરંતુ તેમણે દેશના ટુકડા કરી નાખ્યા છે. તેઓ દેશદ્રોહી છે, તેઓ જીવતા હતા ત્યારે તેમણે ભારતના ટુકડા કરી નાખ્યા હતા. તેથી જ તેમને દેશદ્રોહી કહેવા જોઈએ.
બાપુ સામે કેસ નોંધાયો:
મુરારી બાપુના આ નિવેદન સામે આવ્યા બાદ કોંગ્રેસે પોલીસ અધિક્ષકને એક મેમોરેન્ડમ આપીને વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આવેદનપત્ર આપી તરૂણ બાપુ સામે તાકીદે ગુનો નોંધવાની માંગ કરી હતી. આ મામલામાં તાત્કાલિક નોંધ લેતા, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોલીસ સ્ટેશન ગંજમાં 153, 504, 505 IPC હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બીજી તરફ જ્યારે તરુણ મુરારી બાપુને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ પોતાની વાત પર અડગ છે.
તમને જણાવી દઈએ કે કાર્યક્રમ દરમિયાન ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના બેનરોને કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ આખો મામલો નરસિંહપુરના છિંદવાડા રોડ પર વીરા લૉનના ભાગવત પંડાલ દરમિયાનનો છે. જ્યાં હરિદ્વારથી પધારેલા સંત તરુણ મુરારી બાપુએ ભાગવત કથાનું પઠન કરી ભક્તો વચ્ચે કથા કરી હતી.
કાલીચરણે બાપુ વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
રાયપુરની ધર્મ સંસદમાં કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધી વિશે વિવાદાસ્પદ ટીપ્પણી કરતા કહ્યું કે, મહાત્મા ગાંધીએ દેશનો નાશ કર્યો. તેમણે મંચ પરથી નાથુરામ ગોડસેના વખાણ કર્યા અને ગાંધીજીને અપશબ્દો બોલ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.