‘તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે’ કહી, ભાજપ નેતાને ચપ્પુ વડે ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા

ગુજરાત(Gujarat): રાજ્યભરમાં ચાલતી ચૂંટણીની તૈયારી વચ્ચે ભાજપ(BJP) માટે નવસારી(Navsari)ના ગણદેવી(Gandevi)માંથી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં શહેર ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો છે. જોકે, આ મામલો રાજકીય નહીં પરંતુ અંગત હોવાની વિગતો સામે આવી છે. પ્રેમસંબંધને કારને આ હુમલો થયો હોવાની માહિતી સામે આવી રહી છે. ગણદેવીના શહેર ભાજપના યુવા મોરચાના પ્રમુખને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

આ મામલા અંગેની મળતી વિગત અનુસાર, બીલીમોરામાં રહેતા નિકુંજ ટેલરને એવો વહેમ છે કે તેની પત્નીનું ગણદેવી શહેર યુવા ભાજપ મોરચાના પ્રમુખ પ્રિયાંક અરવિંદભાઈ પટેલ સાથે અફેર ચાલી રહ્યું છે, જેને કારણે નિકુંજે ભાજપના યુવા મોરચાના પ્રમુખને બીલીમોરા ફોન કરીને મળવા બોલાવ્યો હતો પણ પ્રિયાંક ગયો નહોતો અને પોતે એસ્સાર પેટ્રોલ પંપ નજીક ઉભો છે એવું જણાવતા થોડાક સમયમાં નિકુંજ ત્યાં પહોંચી ગયો હતો.

આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચલી શરુ થઈ હતી. ‘તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?’ એવું કહી નિકુંજ ભાજપના યુવા મોરચાના નેતા પ્રિયાંક સાથે ગાળા ગાળી પર ઉતરી આવ્યો હતો. તેમજ ઉશ્કેરાઈ જઈ નિકુંજે પ્રિયાંકના જમણા હાથ ઉપર ચપ્પુ વડે ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. આ ઉપરાંત પથ્થર લઈ પ્રિયાંકને મારતા માથામાં પણ ગંભીર ઇજા થઇ હતી. જેને કારણે યુવા ભાજપ મોરચાનો પ્રમુખ પ્રિયાંક લોહી લુહાણ થઈ ગયો હતો. પરંતુ તેની સાથે હાજર તેના મિત્ર ભાવિને પ્રિયાંકને બચાવી લીધો હતો. સાથે જ હુમલો કરનાર નિકુંજ ટેલર જતા જતા ધમકી આપી ગયો હતો કે, હવે પછીથી મારી પત્ની જોડે કોઈ સંબંધ રાખશે તો જાનથી મારી નાંખીશ તેવું કહીને ત્યાંથી જતો રહ્યો હતો.

ઘાયલ પ્રિયાંકને બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થેદાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત પ્રિયાંકના ભાઈ ધવલ અરવિંદભાઈ પટેલની ફરિયાદના આધારે બીલીમોરા પોલીસ દ્વારા નોંધી નોંધીને ફરાર હુમલાખોરની શોધખોળ હાથ ધરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *