ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, ટ્રક ચાલકે પોલીસકર્મીને હવામાં ફંગોળતા કરુણ મોત- ‘ઓમ શાંતિ’

પંચમહાલ(Panchmahal): જીલ્લાના ગોધરા(Godhra) શહેરના બીવી ગાંધી પેટ્રોલ પંપ(BV Gandhi Petrol Pump) સામે એક સિમેન્ટ ભરેલ ટ્રક ચાલકે એકટીવા ચાલક પોલીસ કર્મચારીને જોરદાર ટક્કર મારી અડફેટે…

પંચમહાલ(Panchmahal): જીલ્લાના ગોધરા(Godhra) શહેરના બીવી ગાંધી પેટ્રોલ પંપ(BV Gandhi Petrol Pump) સામે એક સિમેન્ટ ભરેલ ટ્રક ચાલકે એકટીવા ચાલક પોલીસ કર્મચારીને જોરદાર ટક્કર મારી અડફેટે લેતા અકસ્માત(Accident)માં ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા તમામ પોલીસ કર્મચારીઓ તાત્કાલિક જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ સ્થાનિક પોલીસ દ્વારા ટ્રકને કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ ઘટના અંગે રીડર શાખામાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારી પ્રભાતસિંહ લાખાસિહ પગી આજે સવારે પોતાના ઘરેથી નોકરી માટે એસ.પી કચેરી ખાતે નીકળ્યા હતા. આ દરમિયાન ગોધરાના બીવી ગાંધી પેટ્રોલ પંપ સામે એક ટ્રક ચાલક પોતાના ટ્રકમાં સિમેન્ટ ભરી પોતાની ટ્રક બેફામ ચલાવતો હોવાને કારણે એક્ટિવા ચાલક પોલિસ કર્મચારી પ્રભાતસિંહ લાખા સિંહ પગીની એકટીવાને જોરદાર ટક્કર મારીને અડફેટે લીધી હતી. જેને કારણે તેમનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નિપજયું હતું. સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોમાં થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

મહત્વનું છે કે, રીડર શાખામાં ફરજ બજાવી રહેલા પ્રભાસસિહ પગીના અકસ્માતના મોતના સમાચાર સાંભળતા તમામ પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા ટ્રકને કબ્જે કરીને વધુ તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રીડર શાખામાં ફરજ બજાવી રહેલા પ્રભાતસિંહ પગીને તાજેતરમાં એએસઆઈ તરીકેનું પ્રમોશન મળ્યું હતું અને 2025માં રિટાયર્ડ થવાના હતા અને આવી ગોઝારી ઘટનાના લીધે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *