માર્ગ અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના નવસારી શહેરમાંથી સામે આવી રહી છે. વિજલપોરમાં ભાડેના રૂમમાં રહેતા શ્રમજીવી પરિવાર વીરભદ્ર કોમ્પ્લેક્ષ સ્ટેશન રોડ નજીક મજૂરી કામ કરી રહ્યો હતો.
આ સમયે એનો 5 વર્ષીય બાળક રમી રહ્યો હતો ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતા તબીબે પોતાની કાર ગફલતભરી રીતે હંકારીને પાર્કિંગમાં રમી રહેલ બાળક પર કાર ચઢાવી દેતા ગંભીર ઈજા પહોંચી હતી. જેથી એને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ઘટના પછી તબીબ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. વિજલપોરમાં રહેતા અમિત દીટલાભાઈ દાવર એ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ છેલ્લા 4 મહિનાથી બિલ્ડર રાજુભાઈ કટારીયાના મકાન બાંધવામાં મજૂરીકામ માટે પત્ની લીલાબેન તથા 5 વર્ષીય પુત્ર અંસુમનની સાથે આવતા હતા.
હાલમાં જ તેમનું કામ સ્ટેશન પાસેનાં વીરભદ્ર કોમ્પ્લેક્ષમાં લીફ્ટ બનાવવાનું કામ ચાલુ હોવાંથી રેતી તથા સિમેન્ટ પહેલા માળે લઈને જતા હતા અને તેમનો બાળક અંસુમન ત્યાં રમી રહ્યો હતો. આ સમયે ડો. પ્રિતેશ પટેલ (નિયોકેર ચાઈલ્ડ હોસ્પિટલ, પહેલા માળે અને હાલ રહે. બી-303, વીરભદ્ર કોમ્પ્લેક્ષ અને મૂળ રહે. અટગામ, જિ. વલસાડ) પોતાની કારને ગફલતભરી રીતે હંકારી લાવીને તેમના દીકરા અંસુમનને અડફેટે લેતા માથા તેમજ પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી એને સારવાર માટે નજીકમાં આવેલ ઓરેંજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ બજાવી રહેલ તબીબે અંસુમનનું મોત થયાનું કહ્યું હતું. આ ઘટનાની PSI ચૌધરી તપાસ કરી રહ્યા છે
મજૂર પરિવારે દીકરો ગુમાવ્યો :
એપાર્ટમેન્ટ નજીક મજૂરી કરી રહેલ દંપતી કામમાં હતું ત્યારે ત્યાં રમતું બાળક દુર્ભાગ્યવશ રમતા-રમતા બેઝેમેન્ટમાં જતુ રહ્યું હતું. જે CCTVમાં જોવા મળી રહ્યું છે. થોડો સમય બાદ ત્યાં એક કાર આવિને બેઝમેન્ટ નજીક રમી રહેલ બાળક કાર નીચે આવી જતા તેનું મોત થયું હતું. આ અકસ્માતમાં મજૂર પરિવારે પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવવો પડ્યો છે.
પોલીસ ફરિયાદ નોંધાઈ :
બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ તરત જ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ CCTV કબજે કર્યાં હતા. નવસારી ટાઉન પોલીસમાં ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ જેમની કાર નીચે બાળક આવી ગયું હતું તે ડો. પ્રીતેશ બચુભાઈ પટેલ ટાઉન પોલીસમાં હાજર થયા હતા.
આરોપી તબીબ ડો.પ્રિતેશ પટેલ પહેલા ખાનગી હોસ્પિટલમાં પ્રેકટીસ કર્યા બાદ છેલ્લા બે વર્ષથી વિરભદ્ર કોમ્પ્લેક્ષના પહેલા માળે નીયોકેર ચાઈલ્ડ હોસ્પિટલ ચલાવી રહ્યાં છે. તબીબ પોતાની કારને પાર્કિંગમાં લઈ જતો હતો ત્યારે રમતા બાળકના શરીર પરથી કાર ચડાવી દીધી હતી.
બાળકની બુમ સાંભળતા માતા-પિતા ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતાં તેમજ તબીબ પણ કારમાંથી બહાર આવ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્ત બાળકની સારવાર તેમની હોસ્પિટલમાં ન આપતા માતા-પિતાને બાળકને હાથમાં લઈ સારવાર ઓરેંજ હોસ્પિટલ લઇ જવો પડ્યો હતો. જો કે, ડો. પ્રિતેશ તેમની સાથે ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle