જો કે, મહિલાઓ કોઈપણ વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરી શકતી નથી પરંતુ હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને નવાઈ લાગશે. હાલમાં જયારે કોરોનાની વૈશ્વિક મહામારી છે ત્યારે નેપાળમાં કોરોનાથી મૃત્યુ પામતા લોકોના અંતિમ સંસ્કાર એક મહિલા સૈનિક કરી રહી છે.
નેપાળ જેવા હિંદુ રાષ્ટ્રમાં મહિલાઓને મૃત શરીરને સ્પર્શ કરવા પર પણ પ્રતિબંધ રહેલો છે, એવાં સમયમાં મહિલા સૈનિકોને આ સાહસભર્યા કામની જવાબદારી સોંપવામાં આવી છે. 25 વર્ષની મહિલા સૈનિક રચનાએ જણાવ્યું હતું કે, જ્યારથી મારી ડ્યુટી શરુ થઇ ત્યારથી હું પરિવાર સાથે નથી પણ મારો પરિવાર તેમજ મિત્રો ખુબ ખુશ છે.
ગયા મહિને આ કામના પહેલાં દિવસે જ હું હોસ્પિટલથી સ્મશાન ઘાટ સુધી કુલ 6 કોરોનાથી સંક્રમિત દર્દીઓને અંતિમ સંસ્કાર માટે લઈને આવી હતી. કાઠમાંડુંમાં પશુપતિનાથ સ્મશાન ગૃહમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલ દર્દીઓને અંતિમ સંસ્કાર માટે લઇ જતી મહિલાઓ જોઈ શકાય છે.
નેપાળ આર્મીના સ્પોક્સ પર્સન બી. પોધ્યાલે કહ્યું હતું કે, મહિલાઓને રોજગાર આપવા માટે તેમજ તેમને સશક્ત બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આની પહેલાં મહિલાઓ પોતાને હોસ્પિટલ, એન્જિનિયરિંગ તેમજ અનેક આફતોની વચ્ચે પોતાને સાબિત કરી ચૂકી છે.
સૌપ્રથમવાર મહિલાઓને મૃતકના અંતિમસંસ્કાર કરવાનો મોકો મળ્યો છે. અમે એવું કહી શકીએ છીએ કે, તેઓ પોતાની સીમાથી બહાર કામ કરી રહી છે. મહિલા સૈનિક કૃષ્ણા કુમારીએ જણાવ્યું હતું કે, મને આ કામ કરીને પોતાના પર ખુબ ગર્વ થાય છે. મહિલાઓની માટે આ કામ કરવું આસન નથી પણ કોરોનાની મહામારી દરમિયાન મહિલા સૈનિકોએ સાબિત કરી બતાવ્યું છે કે તેઓ પુરુષોથી ઓછા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle