સમગ્ર ભારતમાં હૈદરાબાદમાં થયેલા ગેંગરેપ અને મર્ડર કેસ ચર્ચાનો વિષય બન્યો છે, અને આવા સમયમાં એક એવી ઘટના સામે આવી છે જેને જાણી તમે ચોંકી જશો. એક બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડને ગજબની હિંમત બતાવી ગુંડાઓથી બચાવી લીધી હોવાની ઘટના છત્તીસગઢથી સામે આવી રહી છે. બિલાસપુરની આ ઘટનામાં ગુંડાઓએ યુવકની બાઈકમાંથી હવા કાઢી નાખી હતી, તેમજ તેને છાતીમાં ગોળી મારી દીધી હતી છતાંય આ યુવક પોતાની આવડત અને સૂઝબૂઝથી ગર્લફ્રેન્ડ તેમજ પોતાનો જીવ બચાવવામાં પોતે સફળ રહ્યો હતો.
અસલમાં ઘટના એવી છે કે, વિશ્વજીત પરિદા નામનો એન્જિનિયરિંગનો સ્ટૂડન્ટ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ઉસલાપુર રેલવે સ્ટેશન પાસે જ્યાં લોકોની ખાસ અવરજવર નહોતી ત્યાં ફરવા ગયો હતો. વિશ્વજીત પરિદાની ઉંમર 22 વર્ષની હતી. વિશ્વજીત અને તેની ગર્લફ્રેન્ડ બાઈક પર બેઠા હતા. અને અચાનક તે જોવે છે કે અમુક લુખ્ખાતત્વો તેમની પાસે આવી રહ્યા છે. આ જોઈ ને બંને જણાને માલુમ તો થઇ જાય છે કે આમનો ઈરાદો બરાબર લાગતો નથી. એ માટે તે ત્યાંથી નીકળી જવાની તૈયારી કરી રહ્યા છે.
જયારે બંને પાછા જઈ રહ્યાં હતાં ત્યાં જ એક બુકાનીધારી વ્યક્તિ તેમની નજીક આવ્યો હતો, અને તેમના પર પિસ્તોલ તાંકીને નજીક આવેલા એક તળાવ પાસે આવવા માટે કહ્યું હતું. વિશ્વજીતની ગર્લફ્રેન્ડે પોલીસને જણાવ્યું હતું કે, બંદૂક જોઈને બંને ફફડી ગયા હતા. થોડું ચાલ્યા બાદ વિશ્વજીતે કહી દીધું હતું કે તે હવે આગળ નહીં જાય. તેને ફિકર હતી કે જો તે સુમસાન જગ્યાએ ગયાં તો તેની ગર્લફ્રેન્ડ સાથે કંઈ પણ થઈ શકે છે.
આ વિસ્તારમાં કેટલાક લોકો સાથે ન થવાનું થયું હોવાની ઘટના ઘણીવાર બની ચુકી છે. વિશ્વજીતે આખરે બંદૂકધારી શખ્સ જે કહી રહ્યો હતો તેને માનવાનો ઈનકાર કરી દીધો. જેનાથી તે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો, અને તેણે વિશ્વજીત સાથે મારામારી શરુ કરી દીધી હતી. આ દરમિયાન તેણે ફાયરિંગ કર્યું હતું, અને ગોળી વિશ્વજીતની છાતીમાં વાગી હતી. લોહીથી લથપથ હાલતમાં જ વિશ્વજીત પોતાની ગર્લફ્રેન્ડનો હાથ પકડીને થોડે દૂર પડેલી બાઈક તરફ ભાગ્યો હતો.
વિશ્વજીત સાથે ઝપાઝપી બાદ બુકાનીધારી વ્યક્તિએ તેની પાછળ દોડવાનું માડી વાળ્યું હતું, અને તે અંધારામાં ગાયબ થઈ ગયો હતો. છાતીમાં ગોળી વાગી હોવા છતાં વિશ્વજીત બાઈક પર પોતાની ગર્લફ્રેન્ડને બેસાડીને તુરંત જ નજીકની હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. હાલ ડોક્ટરોએ તેના પર સર્જરી કરીને છાતીમાંથી ગોળી બહાર કાઢી લીધી છે, અને તેની હાલત સ્થિર છે. પોલીસ અધિકારીએ વિશ્વજીતની ગર્લફ્રેન્ડની ફરિયાદના આધારે તપાસ શરુ કરી છે. પોલીસનું માનવું છે કે, બંદૂકધારી વ્યક્તિનો હેતુ કપલને લૂંટવાનો હોઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.