દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના કતારગામમાં આવેલ સિંગણપોર વિસ્તારમાં રહેતી 25 વર્ષિય યુવતીની સગાઈ થયા બાદ તેના નામે તેના જ મંગેતરે સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ બનાવી સગાઈ તોડવાના ઈરાદે યુવતીના ચારિત્ર્ય બાબતે બિભત્સ મેસેજ તથા બિભત્સ ફોટા મોકલી બદનામ કરી હતી.
આ સમગ્ર ઘટનામાં મળતી માહિતી અનુસાર, યુવકે સંબંધીઓને બિભત્સ ફોટો અને મેસેજ બતાવી સગાઈ તોડી નાખી હતી. જેથી યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે તપાસ આદરી ખોટા એકાઉન્ટ ઉભા કરીને મેસેજ કરનાર મંગેતર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુવતીને સોશિયલ મીડિયામાં બદનામ કરાયા બાદ સગાઈ તૂટી ગઈ હતી. જેથી યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસની ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાના ગુનામાં સંડોવાયેલા આરોપી યુવતીનો મંગેતર જયદિપ ભીમજી તરસરીયા (ઉ.વ.આ.24)ના રહે. 100 લક્ષ્મીધામ સોસાયટી,અંકુર સ્કૂલ પાછળ આંબાતલાવડી કતારગામ તથા મૂળ દલડી ગામ ખાંભા અને જિલ્લો અમરેલીનો હોવાનું સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસની તપાસમાં જયદિપ તરસરીયાએ સ્વિકાર્યું હતું કે, તેની સગાઈ યુવતી સાથે થઈ હતી. તે સગાઈ તોડવા માટે તેણે ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉ્ટ બનાવી યુવતીના નામથી બિભત્સ મેસેજ અને બિભત્સ ફોટો મોકલી યુવતીના સગા સંબંધીઓને મેસેજ બતાવી સગાઈ તોડી નાખી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle