પહેલા સરકાર દીકરીને મફત ભણાવતી, હવે દીકરીને લગ્નમાં દંડ આપવા ઘરે જાય છે- જાણો ક્યાં લેવાયો 5000નો દંડ

સમગ્ર ભારતમાં કોરોનાની મહામારીને કારણે એકબાજુ એક પછી એક લોકોના મોત થઈ રહ્યાં છે તો બીજી બાજુ તમામ ઉત્સવ તેમજ લગ્ન પ્રસંગો પર 100 થી…

સમગ્ર ભારતમાં કોરોનાની મહામારીને કારણે એકબાજુ એક પછી એક લોકોના મોત થઈ રહ્યાં છે તો બીજી બાજુ તમામ ઉત્સવ તેમજ લગ્ન પ્રસંગો પર 100 થી વધારે લોકોને એકત્ર થવાં પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગુજરાતમાં થોડા દિવસ પહેલાં 4 મહાનગરો એટલે કે, સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટમાં રાત્રી કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે.

મોટાભાગનાં લોકોએ પોતાના પુત્રના તથા દીકરીનાં લગ્ન હોવાંથી કંકોત્રી અને અન્ય કેટલાંક ખર્ચાઓ કર્યાં છે પરંતુ હાલની પરીસ્તિથીને ધ્યાન રાખતાં આ તમામ લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હાલમાં રાજ્યમાં સુરતમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે.

સોશિયલ મીડિયામાં આજે ફરી રહેલ લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ સુરત મહાનગર પાલિકાએ કુલ 5,000 રૂપિયાનો દંડ ભટકાર્યો એ સ્લીપની પ્રતિક્રિયામાં ગુજરાત ‘પાસ’ ના કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, જો દંડની રકમ પરત આપવામાં આવશે નહીં તો SMC પાસે ભીખ માંગીને પણ ફાળો ઉઘરાવીશું.

અલ્પેશ કથીરીયાએ કહ્યું હતું કે, મારી સોસાયટીથી ફક્ત 1.5 કિમી દૂર આવેલ વાડીમાં જ આ ઘટના બની છે . મારે એટલું જ કહેવાનું છે કે, રાજકીય લોકોની રેલીમાં હજારો લોકો જોડાઈ એ પણ માસ્ક વિના તેમજ સોશિયલ ડિસ્ટસિંગનો ભંગ કરે ત્યારે પોલીસ તેમજ પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાયદાકીય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી.

જયારે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોની પાસે આવા કપરાં સમયમાં રોજગાર બંધ હોવા છતાં લગ્ન પ્રસંગમાં જે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી છે, એ વખોડવાલાયક છે. જો દંડની રકમ પરત આપવામાં નહિ આવે તો કાર્યકર્તાઓ અને અન્ય સામાજિક સંસ્થાઓ એક થઇને SMC પાસે ભીખ માંગીને પણ ફાળો ઉઘરાવશે.

સમાજ તેમજ નાના મઘ્યમવર્ગીય લોકોની માટે આવા સમયે લડવા તત્પર રહેનાર અલ્પેશ કથીરિયાના સપોર્ટ માં લોકોએ પાલિકા વિરુદ્ધ લડવાની ફૂલ તૈયારી દર્શાવી હતી. લોકોએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢતા કહ્યું કે, શુભ અવસર પર ખોટી રીતે હેરાન કરવા એ એક દીકરીનો બાપ જ જાણે તે વ્યથા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *