માતા રડી રહી હતી અને પાકિસ્તાન કોર્ટે 13 વર્ષની બાળકીને અપહરણકારને સોંપી દીધી

પાકિસ્તાન દેશમાંથી એક એવો વીડિયો વાયરલ થયો છે જે બહુ જ પીડા આપનારો છે. અહીંયા પાકિસ્તાન દેશની કોર્ટે  એક ચોંકાવનારો નિર્ણય આપતા 13 વર્ષીય એક ક્રિશ્ચિયન છોકરીને તેનાં 44 વર્ષ અરહરણકાર અલી અઝહરને આપી દીધી છે. કોર્ટનાં નિર્ણય પછી છોકરીની માતા રડતી રહી પણ તેણીની એક વાત પણ સાંભળવામાં આવી નહિ. આક્ષેપ મુજબ સગીરાનું 13 ઓક્ટોબરનાં દિવસે કરાચીની રેલવે કૉલોની પાસેથી તેનાં ઘરમાંથી જ અપહરણ કરવામાં આવ્યું હતું. જે પછી તે છોકરી ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તેનું બળજરીપૂર્વક ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હતું તેમજ અપહરણ કરનારની સાથે તે છોકરીને લગ્ન કરવા માટે મબજૂર પણ કરી હતી.

પાકિસ્તાન દેશનાં પત્રકાર બિલાલ ફારુકીએ ટ્વિટર પર કોર્ટનાં નિર્ણયની વિગતો ટ્વીટ કરતાંની સાથે સિંધ સરકાર બાજુથી જાહેર કરાયેલ છોકરીનું જન્મ પ્રણાણપત્ર પણ મૂક્યું છે. જે પ્રમાણપત્રમાં તેની જન્મ તારીખ 31 જુલાઇ, 2007 લખી છે. પીડિતા સગીર હોવા અંગેની જાણ હોવા છતાં પણ કોર્ટ દ્વારા તેણીને તેનાં અપહરણકર્તાને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અહીંયા નોંધનીય એ છે કે, સિંધ પ્રાંતીય સભા દ્વારા 2014માં સિંધ બાળ લગ્ન નિરોધક કાયદો બનાવવામાં આવ્યો છે. જેનાં લીધે બાળ લગ્નો પર પ્રતિબંધ મૂકી શકાય, અને પુરુષોને 3 વર્ષની સજા પણ કરી શકાય. અપરાધી અલી અઝહર પહેલેથી જ પરિણીત છે તેમજ તેને બાળકો પણ છે.

આવા અન્યાય પછી બાળકી તેમજ તેની માતા બન્નેની રડી રડીને હાલત બગડી ગઈ હતી. માતાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. મળેલ માહિતી મુજબ આ 13 વર્ષની બાળકી આરઝૂ રઝા ખ્રિસ્તિ છે. તેનાં પિતાએ જણાવ્યું છે કે, તેની દીકરીનું તેના ઘર પાસેથી જ અપહરણ કરવામાં આવ્યું હતું. 2 દિવસ અગાઉ પોલીસે જણાવ્યું કે, આરઝૂએ 44 વર્ષનાં વ્યક્તિની સાથે લગ્ન કરી લીધા છે. આ વ્યક્તિએ લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર બતાવ્યું હતું તેમજ આ ઉપરાંત કહ્યુ કે, આરઝુએ ધર્મપરિવર્તન પણ કરી લીધું છે. સર્ટિફિકેટમાં આરઝૂની ઉંમર વર્ષ 18 લખવામાં આવી છે, જ્યારે પરિવારનું જણાવવું છે કે, આરઝૂની ઉંમર માત્ર 13 વર્ષ જ છે. રિપોર્ટ મુજબ સુનાવણી દરમિયાન આરઝૂ ભાગીને તેની માતા પાસે જવા ઈચ્છતી હતી પણ તેનાં પતિએ વચ્ચેથી તેણીનો હાથ પકડી લીધો હતો. આ કામગીરી બાદ બાળકીની માતા રીટા મસીહ પોતાની બાળકીને મળવા દેવા માટેની ગુહાર લગાવી રહી હતી.

આરોપીને સુરક્ષા આપવામાં આવશે:

સિંધ હાઇકોર્ટનાં આદેશ અનુસાર SHO(સ્ટેશન હાઉસ ઑફિસર)ને આદેશ આપ્યો છે કે, કોઈની પણ ધરપકડ કરવામાં નહી આવે તેમજ વિવાહિત કપલને સુરક્ષા આપવામાં આવે. પોતાનાં ચૂકાદામાં કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, આરઝૂએ ઇસ્લામ ધર્મ અપનાવી લીધો છે તેમજ તેણે પોતાનું નામ પણ આરઝૂ ફાતિમા રાખી દીધું છે. કોર્ટે જણાવ્યું કે, છોકરીએ અલી અઝહરની સાથે પોતાની ‘સ્વતંત્ર ઇચ્છા’ તેમજ કોઈનાં ડર વિના લગ્ન કર્યાં છે. આ અગાઉ અલી અઝહર દ્વારા એક નકલી લગ્ન પ્રમાણપત્ર રજુ કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આરઝૂની ઉંમર 18 વર્ષ છે, તેમજ તે સગીર પણ નથી.

આરઝૂની માતા રીટાએ અગાઉ નિવેદન આપતા જણાવ્યું હતું કે, “ભગવાન મારી દીકરીને બચાવી લો. અમને ખૂબ તેની ચિંતા છે. મહેરબાની કરીને અમારી મદદ કરો. તે તેમજ તેનાં સમર્થકો અમને ધમકાવે છે. અમને એ બધા લોકોથી ખતરો છે. મહેરબાની કરીને અમારી અપીલ સાંભળો.” માત્ર આ જ નહીં આરઝૂનાં અપહરણ પછી તેની નોકરી પણ જતી રહી હતી.

ધર્મ પરિવર્તનની માટે સિંધ પ્રાંત બદનામ છે: લઘુમતિઓ ઉપર અત્યાચારનો સિંધ પ્રાંતનો આ પહેલી ઘટના નથી. જૂન માસનાં અંતિમ સપ્તાહમાં મળેલ રિપોર્ટ અનુસાર, સિંધ પ્રાંતમાં મોટા ભાગમાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવીને તેમને મુસ્લિમ બનાવવાનાં કેસ બહાર આવ્યા છે. સિંધનાં બાદિનમાં 102 જેટલા હિન્દુઓને બળજરી પૂર્વક ઇસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો હતો. માનવાધિકાર સંસ્થા મૂવમેન્ટ ફૉર સૉલિડરિટી એન્ડ પીસ મુજબ પાકિસ્તાન દેશમાં દર વર્ષે 1,000 કરતા વધુ ખ્રિસ્તી તેમજ હિન્દુ મહિલાઓનું અપહરણ કરવામાં આવે છે. જે પછીમાં તેમને ઇસ્લામ કબૂલ કરાવે છે તેમજ નિકાહ પણ કરાવવામાં આવે છે. તેમાંથી મોટા પ્રમાણની પીડિતોની ઉંમર 12 થી 25 વર્ષની વચ્ચે હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *