પાલનપુર(ગુજરાત): સોમવારે સવારે પાલનપુર તાલુકાના મોટી ભટામલ ગામે ઘરની આગળ રમતાં અઢી વર્ષના બાળકે રમતમાં કૂતરાની પૂંછડી ખેંચતાં કૂતરાએ તેના પર વળતો હુમલો કરી બાળકીનું માથું ફાડી નાખ્યું હતુ. જેને કારણે લોહીલુહાણ હાલતમાં બાળકને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
સોમવારે સવારે પાલનપુર તાલુકાના મોટી ભટામલ ગામે સંજયભાઇ ભેમાભાઇ દેવીપૂજક અને પિન્કીબેનનો અઢી વર્ષનો પુત્ર જીજ્ઞેશ ઘરની આગળ રમી રહ્યો હતો. ત્યારે કૂતરૂ તેની પાસે આવતાં રમતાં રમતાં જીજ્ઞેશે કૂતરાની પૂંછડી ખેંચી હતી. જેના કારણે કૂતરા ખિજાઇને વળતો હુમલો કરી બાળકના માથામાં બચકું ભર્યુ હતુ. તેથી જીજ્ઞેશના માથાના વાળ સાથે ચામડી ઉખડી ગઇ હતી. તે લોહીલૂહાણ બની ગયો હતો. તેનો રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા. અને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. સુનીલ જોષીના જણવ્એયા અનુસાર, સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરીમાં 08, ફેબ્રુઆરીમાં 05, માર્ચ 04, એપ્રિલ 05, મે 01, જૂન 02, જુલાઇ 01 અને ઓગષ્ટની બીજી તારીખ સુધીમાં 01 દર્દી મળી કુલ 27 વ્યકિતઓને હડકવા વિરોધી રસીના ડોઝ આપ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.