સાબરકાંઠા/ વડાલીમાં પાર્સલ બ્લાસ્ટ કરાવનાર કોઈ આતંકવાદી નહીં, પરંતુ નીકળ્યો આ વ્યક્તિ…

Sabarkantha Online Parcel Blast: સાબરકાંઠાના વડાલીમાં થયેલા પાર્સલ બ્લાસ્ટ કેસમાં મોટો વળાંક આવ્યો છે. વડાલીમાં થયેલા પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો એક ખુલાસો થયો છે. પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ પ્રેમીને ખતમ કરવા બોક્સમાં એમોનિયમ(Sabarkantha Online Parcel Blast) નાઈટ્રેટ અને ડિટોનેટર ભરીને પાર્સલ મોકલ્યું હતું. ત્યારે પોલીસે હાલ જયંતિ વણજારાની ધરપકડ કરી લીધી છે.

થયો આ મોટો ખુલાસો
સાબરકાંઠાના વડાલીમાં ગઇકાલે થયેલા પાર્સલ બ્લાસ્ટને લઇને ખુલાસો સામે આવ્યો છે. જેમાં આ બ્લાસ્ટ માટે પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. જેમાં સૂત્રો દ્વારા ઘટનાની મળતી માહિતી મુજબ પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ પ્રેમીનો જીવ લેવા માટે પાર્સલ વિસ્ફોટક પદાર્થ મોકલ્યા હતા. જેમાં એમોનિયમ નાઈટ્રેટ અને ડિટોનેટર હતા. પાર્સલમાં જીલેટીન સ્ટિક પર હતી. જો કે આ પ્રકરણમાં હાલ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરીને સમગ્ર બ્લાસ્ટની તપાસ હાથ ધરી છે.

પિતા પુત્રીનું મોત
પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ જ કાવતરું કરીને આ ઈલેક્ટોનિક ઉપરકરણમાં જીલેટિન સ્ટીક મૂકીને મોકલી હોવાનું ખુલ્યું છે. આ કેસમાં જીતુ વણઝારાના ઘરે પાર્સલ મોકલનાર જયંતી વણઝારાના નામના શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટનામાં જીતુ વણઝારા સહિત તેમની દીકરીનું મોત થઈ ગયું છે. જ્યારે આ ઘટનામાં 2 વ્યક્તિ ઘાયલ થઈ હતી.

પ્રેમિકાને પતિએ રચ્યું કાવતરું
વડાલીના વેડા છાવડી ગામમાં બપોરે 12 વાગ્યે જે પાર્સલ આવ્યું હતું તેમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે. પોલીસે આ અંગે માહિતી આપીને જણાવ્યું છે કે, પાર્સલ બ્લાસ્ટની જે ઘટના બની હતી તેમાં રિક્ષાવાળો જીતુના ઘરે પાર્સલ ડિલિવર કરે છે, જે ઉપકરણ આવ્યું હતું તેને પ્લગમાં નાખીને ચાલું કરતા બ્લાસ્ટ થયો હતો.પોલીસે આ મામલાની તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે રિક્ષાવાળાને સ્કૂટર પર આવેલો શખ્સ પાર્સલ આપતો જણાયો હતો.

આ પછી એક્ટિવાની તપાસ કરતા તેનો માલિક જયંતી વણઝારા હોવાનું ખુલ્યું હતું. તપાસમાં આરોપી જયંતી ભાંગી પડ્યો હતો.મૃતક જીતુભાઇ વણઝારાની પત્ની અને જીતુ વણઝારા એક ગામના હતા અને તેઓ ઘણાં સમયથી પરિચયમાં હતા. જે જયંતીને પસંદ નહોતું અને તેના કારણે જીતુનો જીવ લેવા માટેનો આ પ્લાન બનાવ્યો હતો. જેના માટે બ્લાટિંગ માટે જે જીલેટિન સ્ટીકનો ઉપયોગ થાય છે તે ઈલેક્ટ્રિક ઉપકરણમાં મૂકીને બ્લાસ્ટ કરાવ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?
સાબરકાંઠાના વડાલીના વેડા ગામમાં એક પરિવારે ઓનલાઈન ઈલેક્ટ્રીક વસ્તુ મંગાવી હતી, જેનું પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડા છાવણી ગામમાં જીતેન્દ્રભાઈ હીરાભાઈ વણઝારાના નામનું પાર્સલ આવ્યું હતુ, આ પાર્સલમાં આવેલી ઈલેકટ્રોનિક ડિવાઈસને પ્લગીંગ કરતા સમયે બ્લાસ્ટ થયું હોવાનું પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું હતું. આ ઘટનામાં એક બાળકી સહિત બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઈજાગ્ર્સ્ત થયા હતા.