હાલમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર ખુબ વાયરલ થઈ રહ્યાં છે. રાજ્યમાં આવેલ પાટણ શહેરમાં સવારમાં એક યુવકને જાહેરમાં જ સળગતી પરીસ્તીથીમાં દોડતો જોઇને હોબાળો મચી ગયો હતો. બગેશ્વર મહાદેવની પાછળ વર્ષોથી રહેતા 38 વર્ષીય ચન્દ્રસિંહ અમુજી ઠાકોરના ઘરની બાજુમાં પસાર થતાં માર્ગ આવેલ રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા દીવાલ બનાવી હોવાંથી રસ્તો સાંકડો કરી દેતાં અનેકવાર રજૂઆત કરવા છતાં મંદિરનાં ટ્રસ્ટ દ્વારા દીવાલ દૂર ન થતાં યુવકે ઘરની અંદર જ શરીર પર પેટ્રોલથી આગ ચાંપીને સળગતી સ્તિથીમાં જાહેરમાં દોડતા લોકોએ બુમાબુમ કરી હતી.
લોકો તથા યુવકના પરિવારજનોએ ધાબળો તથા કોથળા લઈ તેની પાછળ દોડ્યા હતા. અડધો કલાક બાદ લોકો તેને પકડી પાડીને જનતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 85% શરીર દાઝી જતાં યુવકને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો છે. યુવકે આપઘાત કરવાં માટે મંદિર ટ્રસ્ટ,નગરપાલિકા, સિટી સર્વે કચેરી, પોલીસ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. પાટણ શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલ બગેશ્વર મહાદેવ મંદિર પાછળ વર્ષોથી રહેતા કુલ 3 પરિવારોને નજીકમાં આવેલ રામજી મંદિરના ટ્રસ્ટીઓએ દીવાલ ઉભી કરી દેતાં માર્ગ સાંકડો થઇ જવાંથી ટ્રસ્ટીઓને દીવાલ દૂર કરવા ઘણીવાર રજૂઆત કરવાં છતાં ટ્રસ્ટીઓ ન માનતા ચન્દ્રસિંહ અમુજી ઠાકોરે આ બાબતે પાલિકા તેમજ કલેકટર કચેરીમાં રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો.
છેવટે કંટાળીને મંગળવારે હતાશ થઇ સવારમાં માર્કેટમાંથી પેટ્રોલ લઇ આવીને ઘરમાં કોઈ હાજર ન હતું ત્યારે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી જાતે જ આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ સળગતા ઘરની બહાર નીકળતા બહાર ઉભેલ તેમના કૌટુંબિક સંબધીઓએ બુમાબુમ કરી હતી.
રસ્તાના દબાણ મુદ્દે યુવકે આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો :
શહેરમાં માર્ગ પરના દબાણ મુદ્દે એક યુવકે આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો હતો. યુવકે પોતાને જ કેરોસિન છાંટીને આગચંપી કરી હતી. ત્યારબાદ યુવક માર્કેટમાં સળગતી અવસ્થામાં જ દોડી રહ્યો હતો. એક સમયે ભયાવહ માહોલ સર્જાતાં માર્કેટમાં હાજર તમામ લોકોમાં પણ ભાગદોડ મચી ગઇ હતી.
યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો :
સળગતી અવસ્થામાં યુવકને દોડતો જોઇને અમુક લોકોએ હિંમત કરીને તેને બચાવવા માટે તેઓ પણ તેની પાછળ દોડી રહ્યા હતા. આગ બુઝાવી શકાય એવી જે પણ વસ્તુ હાથમાં આવી એને લઇ કેટલાક લોકો યુવકની પાછળ દોડ્યા હતા તથા આગ બુઝાવી હતી. ત્યારપછી યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
કુલ 300 મીટર સુધી યુવક સળગતો દોડ્યો :
યુવક ઘરમાં આગ ચાંપ્યા પછી ઘરની બહાર આવતા બહાર ઉભેલા લોકોએ આગ બુઝાવવા માટે પ્રયત્ન કર્યો હતો પણ આગની જ્વાળામાં લોથપોથ હોવાંને લીધે બળતરા થવાંથી માર્કેટમાં દોડ્યો હતો. બગેશ્વરથી લઇને રેલવે સ્ટેશન રસ્તા થી વળી પાલિકા બજાર બાજુ દોડ્યો હતો. ત્યાં આગળ જતા સંતોકબા હોલ નજીક વળાંકમાં ઢાળ ઉતરતા તેને પકડી લીધો હતો. લગભગ ઘરથી કુલ 300 મીટર દુર સુધી તે દોડ્યો હતો.
1 લીટર પેટ્રોલ પોતાના પર છાંટ્યું :
યુવક આત્મ વિલોપન માટે પાણીની 1 લીટરની બોટલમાં પેટ્રોલ ભરીને લાવ્યો હતો. ત્યારપછી ઘરમાં મુખ્ય દરવાજાનો બંધ કરીને ઓસરીમાં જ પોતાના પર છાંટી સળગ્યો હતો. ત્યારબાદ બોટલ ઘરમાં જ ખૂણામાં ફેંકલી જોવા મળી હતી. સમગ્ર ઘરમાં પેટ્રોલની વાસ આવતી હતી.
રસ્તા પર સળગતો દોડતો જોઈ લોકો ગભરાયા :
શિવાજી ઠાકોરે કહ્યું હતું કે, રાજમહેલ રોડ સળગતી સ્તિથીમાં દોડતો જોયો હતો. તેની પાછળ લોકો દોડી રહ્યાં હતા. હું ગભરાઈ ગયો હતો. મેડિકલના સંચાલકે જણાવ્યું હતું કે, ઘટનાને જોયા પછી હું પણ હતપ્રભ થઇ ગયો હતો.
માંગણી ન સ્વીકારતાં હતાશ થઇ ગયા :
ચંદ્રસિંહે ટ્રસ્ટીઓને દીવાલ તોડી દૂર બનાવવા માટે કહેવા છતાં ન માનતાં ટ્રસ્ટી સાથે બોલાચાલી થઈ હોવાંથી તેમજ અનેકવાર રજૂઆત કરવા છતાં તેમની માંગણીનો સ્વીકાર ન થતાં તેઓ હતાશ થઇ ગયા હતા તેવું કૌટુંબિક ભાઈ અશોકભાઈ ઠાકોરે કહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle