હૈયું ચીરી નાખતી ઘટના: ટ્રેન નીચે આવતા શરીરના ટુકડેટુકડા થઇ ગયા- કપાયેલુ શરીર પકડીને દીકરાનું હૈયાફાટ રુદન

ગુજરાત(Gujarat): તમારું હૈયું કંપાવી દે તેવી એક ઘટના પાટણ(Patan)ના સુજનીપુર(Sujnipur) નજીકથી સામે આવી છે. આ આત્મા કંપાવી નાખે તેવી ઘટનામાં  રેલવે-ફાટક નજીક 45 વર્ષના આધેડે કોઈ કારણોસર માલગાડી નીચે પડતું મૂકી દેતા તેમના શરીરના બે ટુકડા થઈ ગયા હતા. પિતાએ ટ્રેન નીચે પડતું મૂક્યાની જાણ થતાની સાથે જ તેનો દીકરો અને દીકરી ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને ટ્રેન નીચે કપાયેલા પિતાનું કપાયેલું શરીર તરફડિયાં મારી રહ્યું હતું. પિતાની હાલત જોઈ દીકરો તેમના પગ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. પિતાના દેહ પાસે દીકરા-દીકરીના આક્રંદથી આજુ બાજુમાં રહેલા સૌ કોઈના રૂવાડા બેઠા થઇ ગયા હતા.

પાટણ સુજનીપુર પાસે રેલવે ક્રોસિંગ પર 45 વર્ષીય વ્યક્તિએ આપઘાત કર્યો હતો. સુજનીપુર નજીકથી પસાર થતી માલગાડી નીચે આધેડે પડતું મુકતા શરીરના બે ટુકડા થઈ ગયા હતા. હૃદયદ્રાવક બનેલી આ ઘટનામાં આધેડના શરીરના બે ટુકડા થઈ ગયા હતા, પરંતુ તે થોડીક સેકન્ડ માટે જીવંત રહ્યા હતા. આધેડ ટ્રેનને હાથ વડે પકડીને શ્વાસ લઈ રહ્યા હતા. આધેડને નજીક આવતા જોઈને પરિવારના સભ્યોની આંખમાં આંસુ નહોતા સમાઈ રહ્યા.

મળતી માહિતી અનુસાર, શનિવારના રોજ પાટણના સુજનીપુર નજીક આવેલ રેલવે ફાટક પાસે માલગાડી પસાર થઇ રહી હતી. તે સમય દરમિયાન અગમ્ય કારણોસર સેવંતી ભારથી ગૌસ્વામી નામના 45 વર્ષના આધેડે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં આધેડના શરીરના ઘટનાસ્થળે જ બે ટુકડા થઇ ગયા હતા. આધેડના શરીરના બે ટુકડા થઇ ગયા હોવા છતાંય અમુક સમય સુધી તેઓ જીવતા રહ્યા હતા.

આ ઘટનાના પગલે રેલવે ઉભી રહેતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં આધેડની ઓળખાણ થતા તેના પરિવારનો સંપર્ક કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં પરિવારજનોના આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *