હાલમાં કોરોનાની મહામારી સમગ્ર ગુજરાત રાજ્ય સહિત પૂરા વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે. જેના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. આવા સમયમાં દરેક લોકોના વેપાર-ધંધા બંધ થઈ ગયા હતા. આ મહામારીના સમયમાં સૌથી વધારે ફટકો ખાણી-પીણી બજારને પડ્યો છે, કારણ કે, લોકડાઉન તો હટાવી લેવામાં આવ્યું છે પરંતુ લોકો કોરોનાવાયરસ સંક્રમણથી બચવા માટે બહારનું ખાવાથી ડરે છે. ત્યારે બનાસકાંઠાના એક યુવાને લોકોની મનપસંદ પાણીપુરીનું વેન્ડિંગ મશીન બનાવ્યું છે.
લોકડાઉન હોવના કારણે પાણીપુરીના રસિયાઓને પાણીપુરી મળી રહે તેના માટે ગુજરાતમાં આવેલ બનાસકાંઠામાં એક યુવકે એટીએમ જેવું મશીન બનાવ્યું છે. એક 10 ધોરણ પાસ યુવકે લોકડાઉનમાં નવરાશના સમયનો સદઉપયોગ કરી એક અનોખુ પાણીપુરીનું એટીએમ મશીન બનાવી દીધુ છે. જેમાં ગ્રાહક જાતે જ પૈસા નાખી મનપસંદ પકોડી ખાઈ શકે છે.
ગુજરાતમાં આવેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રવિયાણા ગામમાં રહેતા 32 વર્ષની ઉમરના ભરતભાઈ ભીખાભાઈ પ્રજાપતિએ એક અનોખુ પાણીપુરીનું એટીએમ મશીન બનાવ્યું છે. આ એટીએમ મશીનમાં પૈસા નાખવાથી તમારી મનપસંદની પકોડી એક-એક કરીને બહાર આવે છે, જે ગ્રાહક જાતે જ લઈને ખાઈ શકે છે. જેના કારણે કોરોનાનો ભય પણ રહેતો નથી.
Pani Puri ATM Machine launched today in Market pic.twitter.com/Z7PhlDCBMA
— anil singh chauhan (@uptupic04) July 2, 2020
બનાસકાંઠાના યુવકે બનાવેલું આ પાણીપુરીનું મશીન એક એટીએમ સિસ્ટમ જેવું જ છે. જેમાં પૈસા નાખવાથી પકોડી બહાર આવે છે. ભરતભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, સૌપ્રથમ ગ્રાહકે મશીનમાં સ્ટાર્ટ બટન દબાવવાનું રહે છે. ત્યારબાદ કેટલા રૂપિયાની પકોડી ખાવી છે, તે રકમ લખવાની. લખ્યા બાદ ગ્રાહકે, મશીનમાં નીચેની સાઈડે આપેલી જગ્યામાં રૂપિયાની નોટ અંદર નાખવાની, એટલે મશીન નોટને સ્કેન કરી ઓળખી લેશે કેટલા રૂપિયાની નોટ છે. ત્યારબાદ એન્ટર બટન દબાવી દેવાનું. એટલે એક એક કરી મનપસંદ પકોડી તૈયાર થઈ બહાર આવશે, જે ગ્રાહક જાતે જ લઈ ખાઈ શકે છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રવિયાણા જેવા નાનકડા ગામમાં રહેતા ભરતભાઈ પ્રજાપતિ માત્ર 10 ધોરણ સુધીનો જ અભ્યાસ કરેલો છે. તેઓ ગામમાં જ ઈલેક્ટ્રીક મોબાઈલની દુકાન ચલાવે છે. તેમને પરિવારમાં 3 છોકરા છે. તેમને લોકડાઉન પહેલા જ આ પ્રકારનું મશીન બનાવવાનો વિચાર આવ્યો હતો, એવામાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું, બસ આ સમયે નવરાશનો સદઉપયોગ કરી કામે લાગી ગયા. આ મશીન બનાવતા તેમને લગભગ 5-6 મહિના જેટલો સમય લાગ્યો છે. તેમણે વેસ્ટ વસ્તુઓમાંથી એક બેસ્ટ મશીન તૈયાર કર્યું છે. આ મશીન કોરોનાવાયરસના સમયમાં લોકોને હાઈજેનિક રીતે પકોડી ખવડાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news