સુરતમાં ડીજીટલ પ્રિન્ટીંગ ખાતાની આડમાં ચાલતું હતું જુગારધામ, 8 જુગારીઓ પાસેથી લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી પોલીસ દ્વારા સતત વોચ રાખીને જુગારધામ પકડી પાડવામાં આવતા હોય છે. ત્યારે પુણાના વિસ્તારમાં પ્રિન્ટિંગ ખાતામાં જુગાર રમતા 8ને પોલીસ દ્વારા 2 લાખથી વધુને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રિન્ટના ખાતાની આડમાં ચાલતા જુગાર ધામના રેકેટને ખુલ્લું કરવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ દ્વારા રોકડ રૂપિયા, મોબાઈલ અને બાઇક કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે પુણા પોલીસે જણાવ્યું હતું કે, શ્રીરામ કોમ્પલેક્ષ, ઈન્ટરસીટીની સામે પ્લોટ નં-849 ડીજીટલ પ્રીંટના ખાતામાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં દિનેશ વિઠ્ઠલભાઈ વઘાસિયા નામનો ઈસમ ખાતાની આડમાં જુગાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં પણ જુગાર રમતા આઠ જણાને પકડી પાડવામાં આવ્યા હતા. જુગારધામ પરથી પોલીસ દ્વારા જુગાર રમવાના સાધનો, રોકડ રૂપિયા, 8 મોબાઈલ અને 5 બાઇક સહિત અનેક વસ્તુઓ મળી 2,20,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. હાલ પુણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જુગારી આરોપીઓ
(1) અરવીંદભાઈ બાબુભાઈ ગોધાણી ઉ.વ.48 ધંધો-વેપાર રહે ધર નં-54 યોગી દર્શન સોસાયટી યોગી ચોક સરથાણા સુરત શહેર મુળગામ-હાથીગઢ તા-લીલીયા જી-અમરેલી
(2) વિપુલભાઇ મનુભાઇ કાછડીયા ઉ.વ-35 ધંધો એજન્ટ રહે-ઘર નં-78, કૈલાશધામ સોસાયટી, પુણા-બોમ્બે માર્કેટ રોડ, સિતાનગર ચોકડી પુણા સુરત શહેર મુળગામ-વેડા તા-સાવરકુંડલા જી-અમરેલી
(3) કમલેશભાઇ હરેશભાઇ પનારા ઉ.વ-44 ધંધો-વેપાર રહે-ઘર ન-301, સેવન હાઇટસ, ડીંડોલી ખરવાસા રોડ, ડીંડોલી, સુરત શહેર મુળગામ ખળપીપળી તા-મેંદરડા જી-જુનાગઢ
(4) દિનેશભાઈ વિઠ્ઠલભાઈ વધાસીયા ઉ.વ.42 ધંધો-વેપાર રહે ઘર નં-બી/પર નટવરનગર નાકા સરથાણા સુરત શહેર,મુળગામ-આસોદર તા-લાઠી જી અમરેલી
(5) દિનેશભાઇ ઉર્ફે કલ્પેશ ખોડાભાઇ ધોળીયા જાતે પટેલ ઉ.વ-42 ધંધો-કેમીકલ રહે-ઘર નં-300, શ્યામ લેક સીટી સોસાયટી, વેલંજા, સાયણ, સુરત મુળગામ-દેપલા તા-જેસર જી-ભાવનગર
(6) વીનુભાઈ હીરજીભાઇ ખુંટ ઉ.વ.45 ધંધો-કોંટ્રાકટર રહે ધર નં-132 ગંગોત્રી સોસાયટી ચીકુવાડી નાના વરાછા સુરત શહેર મુળગામ-પચેગામ તા-ગારીયાધાર જી-ભાવનગર
(7) દલપેશ ઉર્ફે દિપેશ જેતીભાઈ ગજેરા ઉ.વ.43 ધંધો-મજુરી રહે ધરનં-130 યોગી દર્શન સોસાયટી યોગી ચોક સરથાણા સુરત શહેર મુળ ગામ-રામોદ તા-કોટડા સાંગાણી જી-રાજકોટ
(8) ભિખાભાઇ લાલજીભાઇ માંગુકીયા ઉ.વ-45 ધંધો-હિરા મજુરી રહે-ઘર નં-47, ગંગોત્રી સોસાયટી, ચિકુવાડી પાસે, નાના વરાછા, સુરત શહેર મુળગામ-પચ્છેગામ તા-ગારીયાધર જી ભાવનગર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *