દસમા ધોરણમાં અભ્યાસ કરતી બે બાળકીઓ આવી ટ્રેનની અડફેટે- જુઓ મોતનો લાઇવ વિડીયો

રાજસ્થાન: સોશિયલ મીડિયામાં અવરનવાર અનેક વિડીયો વાઈરલ(Video viral) થતા હોય છે. આજના યુગમાં મોટે ભાગે લોકો ઉતાવળમાં રહેતા હોય છે. પરંતુ આજે અમે તમને ઉતાવળનું…

રાજસ્થાન: સોશિયલ મીડિયામાં અવરનવાર અનેક વિડીયો વાઈરલ(Video viral) થતા હોય છે. આજના યુગમાં મોટે ભાગે લોકો ઉતાવળમાં રહેતા હોય છે. પરંતુ આજે અમે તમને ઉતાવળનું એક ભયાનક પરિણામ બતાવવા જઈ રહ્યા છીએ. તમે અનેક લોકોને રેલવે ટ્રેક ક્રોસ(Railway track cross) કરતા જોયા હશે. તે દરમિયાન અનેક લોકોને પગ ટ્રેક પર ભસતા જોયા હશે અથવા તો ટ્રેનની અડફેટે(Adfet of the train) આવતા જોયા હશે. તેવામાં આવી જ એક ભયાનક ઘટના રાજસ્થાન(Rajasthan)માંથી નજરે ચડી છે. આ ઘટનાનો ચોકાવનારો વિડીયો પણ હાલ વાઈરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી મુજબ, રાજસ્થાનના નદબઈથી એક ચોકાવનારો વિડીયો સામે આવ્યો હતો. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, બે યુવતીઓ ઉતાવળમાં રેલવે ટ્રેક ક્રોસ કરી રહી છે. તે બને એટલી ઉતાવળમાં હતી કે તેઓએ આમતેમ જોયા વગર જ ટ્રેક ક્રોસ કરવા લાગી હતી. આ દરમિયાન એક ટ્રેન પુર ઝડપે જઈ રહી હતી. એટલું જ નહીં, બને યુવતીની એક ભૂલને કારણે બંને એ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ કમકમાટીભર્યા અકસ્માતની ઘટના ત્યાં લગાવેલા CCTV માં કેદ થઇ ગઈ હતી. તેમાં તમે જોઈ શકો છો કે, બે યુવતીએ ઉતાવળમાં ટ્રેક ક્રોસ કરવા માટે જઈ રહી હતી. તે દરમિયાન અચાનક એક ટ્રેન આવી હતી. આ ટ્રેનની ઝડપ એટલી વધારે હતી કે, તેમને આ બને યુવતીને જોઈ શકી ન હતી. તેથી બંને યુવતીઓ ટ્રેન નીચે આવી ગઈ હતી. જેને કારણે બંનેનું કમકમાટભર્યું મોત નીપજ્યું હતું.

વિડીયો તમે જોઈ શકો છો કે, સેકન્ડના છઠ્ઠા ભાગમાં જ ટ્રેન ટક્કર મારે છે અને બન્ને પરથી પસાર થઇ જાય છે. નોંધનીય છે કે, અકસ્માત થયા બાદ થોડા સમય માટે લોકો કઈ સમજી શક્ય ન હતા પરંતુ જયારે ટ્રેન પસાર થઈ ત્યારે તો દૃશ્યો જોઇને બધા હચમચી ગયા હતા. જાણવા મળ્યું છે કે, આ બન્ને વિદ્યાર્થિની દસમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. આ સમગ્ર મામલે તંત્રએ તપાસના આદેશ જાહેર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *