મિત્રએ જ મિત્રની દીકરી પર નાખી ખરાબ નજર, લગ્નની લાલચે કર્યું અપહરણ અને…

રાજકોટ(ગુજરાત): રાજકોટના કુવાડવા ગામે રહેતી મિત્રની 16 વર્ષની પુત્રી પર એક સંતાનના પિતાએ લગ્નની લાલચ આપી તરુણીનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, ગત તા.10ની સવારે 3 સંતાન પૈકી ધો.11માં અભ્યાસ કરતી સૌથી મોટી પુત્રી ઘર પાસે જ બ્યુટીપાર્લરનું કામ શીખવા જતી હતી. બપોર સુધી પરત નહિ આવતા નાની પુત્રીને બોલાવવા માટે બ્યુટીપાર્લર મોકલી હતી. ત્યારે પાર્લર બંધ હોવાનું જાણવા મળતા પરિવાર પુત્રીને શોધવા માટે નીકળી પડ્યો હતો. ત્યારબાદ સાંજે પુત્રી ગુમસુમ થઇને ઘરે પરત ફરી હતી.

ત્યારબાદ પરિવારે તેને ક્યાં ગઇ હતી તેવું પૂછતા પુત્રીએ જણાવ્યું હતું કે, પિતાનો મિત્ર દીપક શ્રીવાસ્તવ ત્રણ મહિનાથી તે પ્રેમ કરતો હોવાનું અને તેને લગ્ન કરવા હોવાની અનેક વખત વાત કરી હતી. તા.10ની સવારે દીપકે ગામની શાળા પાસે બોલાવી ફરવા જઇએ તેમ કહી બાઇકમાં રેસકોર્સ અને ત્યાંથી મેંગો માર્કેટ પાસે પોતાનું કારખાનુ હોવાનું કહી ત્યાં લઇ ગયો હતો. ત્યાં જઈને દીપકે તરુણીને કહ્યું હતું કે, હું તને પ્રેમ કરું છું, મારે તારી સાથે લગ્ન કરવા છે. જયારે તરુણીએ લગ્નની ના પાડી ત્યારે દીપક ગામમાં આવેલા પેટ્રોલ પંપ પાસે તરુણીને ઉતારીને ફરાર થય ગયો હતો.

પુત્રીએ પોતાની સાથે કોઇ નહિ થયાનું જણાવતા માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો. દીપક શ્રીવાસ્તવ 5 વર્ષથી વારંવાર ઘરે પણ આવતો જતો રહેતો હતો. ત્યારે તેને પુત્રી પર નજર બગાડતા પોલીસમાં ફરિયાદ કરી છે. ફરિયાદને આધારે કુવાડવા રોડ પોલીસમથકના પીઆઇ એન.એન.ચુડાસમા સહિતની ટીમે તરત દીપક શ્રીવાસ્તવની અટકાયત કરી હતી. સકંજામાં આવેલો દીપક પરિણીત છે એટલું જ નહીં તેને એક સંતાન પણ છે. તપાસનીશ અધિકારી ચુડાસમાએ જણાવ્યું હતું કે, 2 વર્ષથી પત્ની સાથે મનમેળ ન હોવાથી તે અલગ રહેતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *