ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot) શહેરના પેડક રોડ, સેટેલાઇટ ચોક(Satellite chowk)ની બાજુમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારને અડીને આવેલી સુપર હાઇટ્સ(Super Heights) નામની 14 માળની બિલ્ડીંગની છત પર એક યુવકે દીવાલ પર બેસીને આત્મહત્યા કરવા માટે બેઠેલો હતો અને તે જ સમયે રાજકોટ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ પેટ્રોલિંગ(Police patrolling)માં હતા. આ દરમિયાન લોકોના ટોળે ટોળા એકઠા થતા જોયા બાદ યુવકને સમજાવી નીચે ઉતારી આપઘાત કરતા બચાવ્યો હતો.
યુવક આત્મહત્યા કરવા માટે ઉપર ચઢ્યો:
મળતી માહિતી અનુસાર, રાજકોટની બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બિલ્ડિંગ પાસે લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસને એક યુવક ઉપરના માળે બંને પગ લટકતો બેઠો જોવા મળ્યો હતો. પોલીસ હેડ કોન્સ્ટેબલ રશ્મિનભાઈ આદ્રોજા અને મહેશભાઈ પરસોતમભાઈ રૂદાતલાએ હાજર લોકોને બિલ્ડીંગ પર બેઠેલા યુવક વિશે પૂછતાં તે અજાણ્યો યુવક હોવાનું જાણવા મળ્યું હતું જે આપઘાત કરવા ઉપર ચઢ્યો હતો.
યુવક દ્વારા વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, હવે મારા લીધે કોઈને વાંધો નહીં આવે, હું જે કરવા જઈ રહ્યો છું તેમાં કોઈનો હાથ નથી. મારા લીધે કોઈને વાંધો નથી પરંતુ આ દુનિયાને વાંધો છે. જો કોઈને તકલીફ હોય તો એ દુનિયાની સમસ્યા છે, મારી સમસ્યા નથી, પણ મજબુરી અને મુશ્કેલીએ બધું કરાવે છે. બધાએ મને ખૂબ સાચવ્યો છે, તેઓ મને પુત્રની જેમ રાખે છે. પરંતુ કોઈ કારણસર મારે આ પગલું ભરવું પડે છે. રાજુ મામાએ મને દીકરાની જેમ સાચવ્યો છે.
વધુમાં જણાવતા કહ્યું હતું કે, સમય આવી ગયો એટલે મારે આવું બધું કરવું પડી રહ્યું છે. કૃપા કરીને મારા કપડાં અને મારો મોબાઈલ ફોન કોઈને દાનમાં આપો અને રાજુભાઈ સોજીત્રા કૃપા કરીને મનાલીના ઓર્નામેન્ટ છોડીને જશો નહીં, આ મારી અંતિમ ઇચ્છા સમજવી હોય તો પણ ભલે અને મારી અંતિમ વાત સમજવી હોય તો પણ ભલે. મારા વિના એ લોકોનો ઉદ્ધાર ન હતો. મારા ચાર મિત્રો રાહુલ, ગોપાલ, વિવેક અને મોહિત, જ્યારે મારી નનામી નીકળે ત્યારે બસ આ ચાર લોકોને જ કાંધ આપવાની તક આપજો. કારણ કે મિત્રો જીવનમાં સાથ આપે છે.
જોકે, પોલીસ હેડ કોન્સ્ટેબલ રશ્મિનભાઈ અને મહેશભાઈએ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક બોમ્બે સુપર હાઈટ્સ બિલ્ડિંગના ઉપરના 14મા માળે ધસી ગયા હતા. ત્યાં કેટલાક શખ્સો પણ હાજર હતા જેમણે યુવકને નીચે ઉતરવાનું કહ્યું હતું. પરંતુ યુવક બે ફૂટ પહોળી દિવાલ ઉપર આંટા મારી રહ્યો હતો કે હું મરી જવાનો છું, હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.
આ સાંભળીને ત્યાં હાજર પોલીસ અને યુવકના મિત્રએ મળીને યુવકને સમજાવ્યો. વાત કરતી વખતે તે બિલ્ડીંગની ઉપરની દીવાલ પર ચઢી ગયો અને યુવકને પકડીને તરત જ નીચે ઉતાર્યો. બાદમાં તે યુવકને પોલીસ સ્ટેશન લઈ આવ્યો, તેની પૂછપરછ કરી અને સમજાવ્યો.
આમ, રાજકોટ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ રશ્મીનભાઇ આદ્રોજા અને મહેશભાઇ રૂદાતલાએ યુવાનને બચાવવામાં સુંદર કામગીરી બજાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવકના પરિવારજનો અને તેના મિત્રોએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માન્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.