રાજકોટમાં એવું તો શું થયું કે, જાહેરમાં જ CM ભૂપેન્દ્ર પટેલે પત્રકારોની માંગી માફી- જુઓ વિડીયો

ગુજરાત(gujarat): રાજકોટના મિડિયાકર્મીઓ અને પોલીસ વચ્ચે હિરાસર એરપોર્ટ સાઇડ ઉપર માથાકુટ થઈ ગઈ હતી. મુખ્યમંત્રીની હાજરીમાં IPS મીણાએ કેમરામેનનુ ગળુ દબાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર,…

ગુજરાત(gujarat): રાજકોટના મિડિયાકર્મીઓ અને પોલીસ વચ્ચે હિરાસર એરપોર્ટ સાઇડ ઉપર માથાકુટ થઈ ગઈ હતી. મુખ્યમંત્રીની હાજરીમાં IPS મીણાએ કેમરામેનનુ ગળુ દબાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ફર્સ્ટ ચેનલના રિપોર્ટર કલ્પેશ ગોહેલ અને કેમેરામેન કિશોર વાડોલિયા સાથે આ ઘટના બની હતી.

“કવરેજ કરવાની મનાઈ છે” તેવું કહી IPS અધિકારીએ મીડિયાકર્મીઓ સાથે અશોભનીય વર્તન કરતાં હોબાળો મચ્યો હતો. મીડિયા ને ઑફિસિયલ કોઈ આમંત્રણ હતું જ નહિ માહિતી ખાતા કે કલેકટર તંત્ર તરફથી પણ મીડિયાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

વિજય રૂપાણીની સરકાર દરમ્યાન તંત્ર ખૂબ દોડતું સ્થાનિક ભાજપ ઉત્સાહ થી કામ કરતું હતું. દરેક લોકાર્પણ અને ખાતમુહર્તની આમંત્રણ પત્રિકાઓ મીડિયા સુધી પહોચતી હતી. ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં આ તમામ પત્રિકાઓ બંધ થઈ છે. સ્થાનિક ભાજપ ને પણ આ બાબતે બહુ ચિંતા રહેતી નથી.

કાર્યક્રમ રાજકોટથી 35 કિમી દૂર હોવાથી મીડિયાએ ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ ને વ્યવસ્થા માટે કહ્યું હતું. જે અંતર્ગત રાજુ ભાઈ ધ્રુવે માહિતી ખાતા અને કલેકટરની સાથે સંકલન કરી ગાડીની વ્યવસ્થાઓ પણ કરાવી હતી જેમાં બેસીને કાર્યક્રમ સ્થળ પર મીડિયાકર્મીએ ગયા હતા.

મેનએન્ટ્રી થી 8 કિ.મી. અંદર મીડિયા પહોચ્યું હતું જ્યાં ડોમ હતો. તે દરમ્યાન મીડિયાને એન્ટ્રી કરવા દેવામાં આવી હતી. પરંતુ અંદર ગયા બાદ મીડિયા ને વિઝ્યુલ લેતા અટકાવ્યા હતા. જેથી કેટલાક પત્રકારો ગાડી સુધી પરત પણ ફર્યા હતા. પરંતુ આ સમયે બીજાના રોષનો ભોગ ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર અને કેમેરા મેન બનતા મામલો ડિટેઇન સુધી પહોચ્યો હતો. જોકે, ત્યાર બાદ સમગ્ર મામલે મીડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું. અને જાહેરમાં જ CM ભૂપેન્દ્ર પટેલે હાથ જોડીને પત્રકારોની માંફી માંગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *