ગુજરાતમાં અવાર-નવાર જુગારની ઘટનાઓ સામે આવતી રહે છે. પોલીસ આવા લોકો ઉપર સખ્ત નજર રાખીને રેડ પાડતી હોય છે. પોલીસ રેડ દરમ્યાન જુગારીઓ સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરતી હોય છે, ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે એક જુગારના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી અને જુગાર રમતા ચાર લોકોની ધરપકડ કરી હતી. ચાર લોકોમાં એક વ્યક્તિ રાજકોટ મહાનગરપાલિકા કોંગ્રેસનો કોર્પોરેટર હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ઘટના બાદ કોંગ્રેસ પાર્ટીમાં તેમ જ લોકોમાં હાહાકાર મચી ગયો છે. પોલીસને આ ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળ ઉપર જઈને રેડ પાડી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, રાજકોટના કોઠારિયા રોડ પર કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજકોટના કોઠારીયા રોડ પર પાણીની ટાંકી પાસે આવેલી સુખરામનગર શેરી નંબર 5માં દરોડા પડ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, રાત્રે 12 વાગ્યાની આસપાસ રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ના કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ મારુ સહિત અન્ય ચાર જુગારીઓ જુગાર રમતા પકડાયા હતા. આ ઉપરાંત પોલીસને જુગારીઓ પાસેથી 93,000 રૂપિયા પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે કોર્પોરેટર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી 93,000 રૂપિયા જપ્ત કર્યા હતા. પોલીસના હાથે પકડાયેલા 4 આરોપીઓમાં રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 18ના કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ મારુ, અશ્વિન મારુ, ધીરુ મારુ અને ઉપેન્દ્ર મારુનો સમાવેશ થાય છે.
અત્રે ઉલેખનીય છે કે, 22 ઓગસ્ટના રોજ મોરબી LCB દ્વારા મોરબી તાલુકાના ઘુટુ ગામમાં આવેલી એક વાડીમાં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી કુલ 7.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે જુગાર રમતા 4 ઇસમો ફરાર થઇ ગયા હતા અને 6 ઈસમો પોલીસના હાથે ઝડપાયા હતા. થોડા દિવસો પહેલાં જૂનાગઢમાં યુટ્યુબ પર વીડિયો બનાવી લોકોને હસાવનાર ધવલ દોમડીયા પણ તેના મિત્રોની સાથે જુગાર રમતા પકડાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews