ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Assembly elections 2022)ની તારીખો જાહેર થઇ ગઈ છે. તમામ રાજકીય પક્ષો વિધાનસભા ઉમેદવારો(List of BJP Assembly Candidates)ની યાદીઓ એક બાદ એક જાહેર કરી રહ્યા છે. ત્યારે આ વખતે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જામવાનો છે. ત્યારે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી(BJP) દ્વારા વિધાનસભા ચુંટણીને ધ્યાને લઈને પોતાના 160 મુરતિયાઓ જાહેર કરી દીધા હતા. ત્યારે હવે આ ઉમેદવારોની યાદી જાહેર થતા ક્યાંક નારાજગી જોવા મળી રહી છે તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે.
રઘુવંશી સમાજમાં નારાજગી:
જો વાત કરવામાં આવે તો આપા ગીગા ઓટલાના મહંત અને કોળી સમાજ બાદ રઘુવંશી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો. મળતી માહિતી અનુસાર, સોશિયલ મીડિયામાં રઘુવંશી યુવા શક્તિ સંઘ (RYSS) ગ્રુપમાં રઘુવંશીના ઉમેદવાર નહિ તો ભારતીય જનતા પાર્ટીને મત નહિ ના મેસેજ મુકવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ અને દિવાળી બાદ તુરંત ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં રાજકોટમાં સેન્સ દરમિયાન જૂથવાદ અને દાવેદારોની હારમાળા જોવા મળી હતી જો કે આ જૂથવાદ અને દાવેદારોની હારમાળા ભારતીય જનતા પાર્ટી માટે એક મોટો પડકાર હતો અને એ જ અનુસાર, ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ ભાજપના નેતાઓ ભલ ખુલ્લીને વિરોધ કે પોતાની નારાજગી વ્યક્ત ન કરી શકતા હોય પરંતું સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મના માધ્યમ અને સમર્થકોના માધ્યમથી વિરોધના સુર રેલાવી રહ્યા છે તે પ્રકારની માહિતી પણ હવે સામે આવી રહી છે. જો વાત કરીએ તો આપાગીગાના મહંત અને કોળી સમાજ બાદ રાજકોટમાં રઘુવંશી સમાજમાં પણ હવે નારાજગી જોવા મળી રહી છે.
રઘુવંશી સમાજ ભાજપને મત નહિ આપે:
સોશિયલ મીડિયામાં રઘુવંશી યુવા શક્તિ સંઘ (RYSS) ગ્રુપમાં એક મેસેજ સાથે ભાજપને મત નહિ આપવાનો સંદેશ આપવામાં આવ્યો છે. આ સંદેશમાં લખવામાં આવ્યું છે કે, રાજકોટ શહેરમાં 3 લાખની વસ્તી ધરાવતો રઘુવંશી સમાજ ભાજપને મત નહિ આપે. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે પરંતુ તેમાં રઘુવંશી સમાજની અવગણના કરવામાં આવી છે. રઘુવંશીના ઉમેદવારને ટીકીટ નહિ તો ભાજપને મત નહિ. આ મેસેજ દરેકના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તેમજ વોટસએપ પર સ્ટેટ્સમાં મુકવામાં આવ્યો છે તે પ્રકારની માહિતી મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રઘુવંશી સમાજના ચહેરા તરીકે રાજકોટમાં એક માત્ર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનું નામ સૌથી આગળ અને સૌથી વધુ ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે શું ખુદ શહેર પ્રમુખ જ ભાજપ ટિકિટ ફાળવણી થી નારાજ છે તે પ્રકારનો ગણગણાટ ચાની કીટલીથી લઈને ચારેય બાજુ બજારમાં ખુબ ચાલી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે જૂથવાદ અને દાવેદારોની હારમાળા વચ્ચે શું પરિણામ આવશે તે તો આગામી સમયમાં જોવું જ રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.