રાજકોટમાં ધો.12ની વિદ્યાર્થિનીને માતાએ મોબાઈલ આપવાની ના પાડતા ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલ આત્મહત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રાજકોટના કાલાવડ રોડ પર અવધ ક્લ્બ નજીક આવાસ યોજના ક્વાર્ટરમાં…

રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલ આત્મહત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રાજકોટના કાલાવડ રોડ પર અવધ ક્લ્બ નજીક આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતી ધોરણ 12ની વિદ્યાર્થિનીએ સ્કૂલેથી પરત ઘરે આવી માતા પાસે મોબાઈલ માંગતા માતાએ મોબાઈલ આપવા ના પાડી જેથી સવારના સમયે વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ લીધો હતો. જોકે, ન્હાવા ગયેલી તેમના માતા બહાર આવતા દીકરીને લટકતી જોઇ દેકારો મચાવતા પાડોશીઓ દોડી આવ્યા હતા અને વિદ્યાર્થિનીનો જીવ બચાવી લીધો હતો. બાદમાં સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ ખસેડી યુનિવર્સીટી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના કાલાવડ રોડ પર અવધ ક્લબ નજીક મુખ્યમંત્રી આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતી અને આત્મિય સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અવંતિકાએ ગઈકાલે સાંજે સ્કૂલેથી છુટીને ઘરે આવ્યા બાદ માતા પાસે મોબાઇલ ફોન માંગતા તેમણે તારા પપ્પાએ ના પાડી છે તેમ કહી ફોન આપ્યો નહોતો. આથી અવંતિકાને લાગી આવતા તેણે ગળેફાંસો ખાઇ લીધો હતો.

માતા ન્હાવા ગયા હોવાથી બહાર આવ્યા ત્યારે દીકરીને લટકતી જોતાં હોબાળો મચાવ્યો હતો જેથી પડોશી આવી ગયા હતાં અને અવંતિકાનો જીવ બચાવી લઇ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ યુનિવર્સીટી પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, મૂળ કોટડાસાંગાણીના રામોદ ગામના અને હાલ રાજકોટ ઉદયનગર-6માં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતાં જેનીલ પરેશભાઇ વઘાસીયા નામના યુવાને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જેનીલ કેટલાક સમયથી રાજકોટ રહી પ્રાઇવેટ નોકરી કરતો હતો. ગઇકાલે રૂમ પાર્ટનર બહારથી આવતાં જેનીલ લટકતો જોવા મળતાં તાત્કાલિક 108 બોલાવી હતી. 108ના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરતાં માલવીયાનગરના PSI બી. બી. રાણા અને પ્રશાંતસિંહે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. જેનીલના માતા-પિતા સહિતના પરિવારજનો રામોદ રહેતા હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *