રાજકોટ(ગુજરાત): એક પરિણીતાએ સવારે પિયરમાંથી નીકળ્યા બાદ રસ્તામાં પતિને ફોન કર્યો હતો. ત્યારે પતિએ ફોન ન ઉપાડ્યો હોવાથી પરિણીતાને ખોટું લાગતા તેણે આજીડેમ જઇને પહેલા ઝેર પીધું અને પછી ડેમમાં કુદી ગઈ હતી. પરંતુ ડેમની આસપાસ રહેલા લોકોએ પરિણીતાને બચાવીને સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે આજીડેમ પોલીસે તપાસ શરુ કરી છે.
પોલીસને પરિણીતાએ જણાવ્યા મુજબ, તે બે દિવસથી પિયર રહેતી હતી. કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે જે. કે. પાર્કમાં તેના પતિ સાથે ઝઘડો ચાલતો હોવાથી તે પિયર આવી હતી. તેણે અલ્પેશ ખુંટ સાથે બે વર્ષ પહેલા લગ્ન કર્યા હતા.પતિ પહેલા ઇમિટેશનનું કામ કરતો હતો. હાલમાં તે કંઇ કામ કરતો નથી. એટલે પતિ પત્નીને પિયરથી પૈસા લાવવા દબાણ કરતો હતો.
પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે, પતિ છૂટાછેડા માટે સામા પૈસા માગે છે. પોતે માંડા ડુંગર પાસે બ્યુટીપાર્લર ચલાવે છે અને દરજી કામ પણ કરે છે. પતિ અગાસીએથી પડી ગયો હતો અને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પોતે હાલ પિયર છે તેથી આજે સાસરીયે જવા નીકળી હતી. રસ્તામાં પતિને ફોન કર્યો હતો. પણ તે ફોન ઉપાડતો ન હતો ત્યારે ખોટું લાગી જતાં આજીડેમે જઇ ઝેર પીને પાણીમાં કૂદકો માર્યો હતો. પરિણીતાના આક્ષેપો અંગે આજીડેમ પોલીસે તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.