અમદાવાદની શરમજનક ઘટના: બીભત્સ શબ્દો વાપરી ચાર નરાધમોએ જાહેરમાં જ યુવતી સાથે કર્યું એવું…

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલા છેડતી તેમજ દુષ્કર્મના કિસ્સામાં અમદાવાદમાંથી એક ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બધું જોતાં લાગી રહ્યું છે કે, કેટલાક નરાધમો હજી…

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલા છેડતી તેમજ દુષ્કર્મના કિસ્સામાં અમદાવાદમાંથી એક ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બધું જોતાં લાગી રહ્યું છે કે, કેટલાક નરાધમો હજી પણ સુધારવાનું નામ લઈ રહ્યા નથી. આવો વધુ એક બનાવ શહેરના સાબરમતી વિસ્તારમાં જોવા મળ્યો છે. જ્યાં ચાર નરાધમોએ જાહેરમાં એક યુવતીની છેડતી કરીને ધમકી આપી છે.

મળતી માહિતી મુજબ, શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતી એક યુવતી 8મી જુલાઇના સાંજે એક્ટિવા પર તેના ઘરે જઈ રહી હતી. આ દરમિયાન, સાબરમતી અચેર ઠાકોર વાસમાં રહેતા હરીશ ઠાકોર, જગદીશ ઠાકોર, દિનેશ ઠાકોર અને ચકો ઠાકોર યુવતીના ઘર નજીક ઊભા હતા અને યુવતીને જોઇને ખરાબ-ખરાબ કમેન્ટ કરવા લાગ્યા હતા.

જેમાં દિનેશ ઠાકોરએ યુવતીને આજે તો તું માલ લાગે છે કહીને મશ્કરી કરી હતી. જોકે, યુવતી એકલી હોવાથી તે કોઈ પ્રતિકાર કર્યા વગર ઘરે જતી રહી હતી. અને ઘરે જઈને આ બાબતની જાણ તેણે તેના પરિવારને કરી હતી. જેથી તેનો ભાઈ અને પરિવારજનો આ ચારેય ઈસમોને સમજાવવા માટે ગયા હતા. અ દરમિયાન, આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને યુવતીના ભાઈને માર મારવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે. બૂમાબૂમ થતાં યુવતી પણ ત્યાં પહોચી હતી.

જોકે, યુવતીને જોઇને હરીશએ ધમકી આપી હતી કે હવે પછી જો ઘરની બહાર નીકળીશ તો જાનથી મારી નાંખીશ. ત્યારબાદ યુવતી અને તેના પરિવારજનો ઘરે જતા રહ્યા હતા. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, જ્યારે આજે બપોરે યુવતી તેની માતા અને બહેનો સાથે ઘરે હતી ત્યારે કોઈએ તેમના ઘર પર પથ્થર ફેંક્યા હતા. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા આ ચારેય ઈસમો વિરૂદ્ધમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *