ગાંધીનગર(ગુજરાત): દારૂના નશામાં શેરથામાં એક વ્યક્તિએ શેરીના કુતરાને ક્રૃરતાથી મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે શેરથામાં રહેતાં ગીતાબેન શૈલેષભાઈ ઠાકોરે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તેમના ઘરની સામે રહેતાં અશોકભાઈ કાંતીજી ઠાકોર સોમવારે બપોરે 12 વાગ્યાની આસપાસ દારૂ પીને આવ્યા હતા. ગીતાબેનના ઘરની આગળ પાળેલું શેરીનું કુતરું બાંધેલું હતું. દારૂના નશામાં અશોકે શ્વાનને લાકડી વડે માર મારીને પગમાં અને આંખના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. ગીતાબેન અને તેમની પુત્રીએ જયારે શ્વાનને મારવાની ના પાડી ત્યારે અશોક ઠાકોરે માતા-દીકરીને પણ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અશોક ઠાકોર આસપાસના લોકો ભેગા થઈ જતાં જતો રહ્યો હતો. તેણે ધમકી પણ આપી હતી કે, ‘હવે કૂતરાને રાખશો તો તમને અહીંયા રહેવાનું ભારે પડશે’.
કૂતરાની આંખમાંથી લોહી નીકળતું હોવાથી પરિવારે એનીમલ હેલ્પલાઈનની મદદ દ્રારા તેની સારવાર કરાવી હતી. ત્યારબાદ સમગ્ર મુદ્દે પરિવારે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે અશોકભાઈ કાંતીજી ઠાકોર વિરુધ પશુઓ પ્રત્યે કૃરતા પ્રતિબંધ અધિનિયમ તથા પરિવારને ગાળો બોલીને મોતની ધમકી આપવા બદલ ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.