મોજશોખ માટે સુરતના ત્રણ યુવાનોએ બનાવ્યો જવેલર્સ લુંટવાનો પ્લાન- જુઓ લુંટના લાઇવ CCTV

સુરત(Surat): શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાઓ ખુબ જ વધી રહ્યા છે. હત્યા(Murder), લુંટ(Robbery), છેતરપીંડી(Fraud) વગેરેના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે વધુ એક ઘટના સુરતના ડીંડોલી(Dindoli) વિસ્તારમાંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અહીં ડીંડોલી વિસ્તારમાં આવેલા જ્વેલર્સ (Jewelers)ના મોજશોખ માટે લૂંટ કરવા પહોંચેલા ત્રણ ઈસમોએ દુકાનદારને બંધક બનાવીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જોકે દુકાનમાં રહેલી મહિલા માલિકે એલાર્મ વગાડતા જ આરોપીઓને ભાગી જવાની ફરજ પડી હતી. પરંતુ આ આરોપીઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા, જેના કારણે પોલીસ દ્વારા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વાસ્તવમાં, ડિંડોલી વિસ્તારમાં આવેલ રંગીલા પાર્ક સોસાયટીના નાકા પર આવેલ કોઠારી જ્વેલર્સમાં બપોરના અરસામાં ત્રણ જેટલા ઈસમો આવ્યા હતા અને સોનાની બુટી ખરીદવાનું કહી દુકાનદાર સાથે અડધો કલાક સુધી દુકાનમાં દાગીના જોતા રહ્યા હતા. આ પછી ત્રણમાંથી એક વ્યક્તિએ મોકો જોઈને દુકાન માલિકને પકડી લઈને લૂંટ કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પરંતુ દુકાનમાં રહેલી મહિલા માલિકે સમય સુચકતા દાખવી દુકાનમાં રહેલું એલારામ વગાડ્યું હતું. જેના કારણે લૂંટારુંઓ દુકાનમાંથી એક મંગળસૂત્ર લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. મહિલાના કારણે લુંટેરાઓ વધુ લુંટ કરી શક્યા નહોતા.

એલારામ વાગતાની સાથે જ સુરતની દોરી પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ પછી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. જોકે લૂંટારૂઓ અડધા કલાક સુધી દુકાનમાં રહેલા હોવાને લઈને તે સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. તેની મદદથી ડિંડોલી પોલીસ સાથે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા આરોપીઓને ગણતરીના કલાકોમાં જ નજીકના વિસ્તારમાંથી દબોચી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી લૂંટ કરી લીધેલું મંગળસૂત્ર પણ પોલીસે કબજે કર્યું હતું.

આરોપીઓની ધરપકડ બાદ પોલીસે પૂછપરછ કરી હતી, જેમાં ત્રણેય આરોપી પોતાના મોજશોખ માટે તેમજ વાપરવા માટે રૂપિયાની જરૂર હોવાને લઈને આ લૂંટ કર્યા હોવાની કબુલાત કરી હતી. પકડાયેલા ત્રણમાંથી એક બાળ ગુનેગાર હોવાનું સામે આવતા પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. જોકે પકડાયેલા આરોપી ભૂતકાળમાં અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ પોલીસે શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *