Selling fake oil in Surat: સુરતમાંથી ઘી અને નકલી ખાદ્ય તેલ વારંવાર ફુડ વિભાગ અને પોલીસના હાથે ઝડપાઈ જાય છે,આજે આવી એક કામગીરી સુરત LCB અને ઝોન 2 દ્વારા કરવામાં આવી હતી,પોલીસે 8 દુકાનમાં દરોડા પાડી જાણીતી તેલની કંપનીના ડબ્બા(Selling fake oil in Surat) જપ્ત કર્યા હતા. વેપારીઓ દ્વારા લેબલ તથા બુચની કોપી કરી તેલના ડબ્બા પર કોપી રાઈટ લેબલનો ઉપયોગ કરતા હતા,પોલીસ તપાસ દરમિયાન પોલીસે કપાસિયા તેલના 60 ડબ્બા જપ્ત કરી ગુનો નોંધ્યો છે.
તિરૂપતિના ડબ્બામાં ડુપ્લીકેટ તેલ વેચાતું હોવાનું દરોડામાં સામે આવ્યું
સુરતના લીંબાયતમાંથી ડુપ્લકેટ તેલનો પર્દાફાશ થયો છે. વેપારી એસોસિયેશનની ફરિયાદના આધારે પોલીસને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાં ડુપ્લીકેટ તેલ મળી આવ્યું. આ સ્ટોરમાં તિરૂપતિના ડબ્બામાં ડુપ્લીકેટ તેલ વેચાતું હોવાનું દરોડામાં સામે આવ્યું. આ સ્ટોરમાંથી મળી આવેલ ડુપ્લીકેટ તેલ જુદા-જુદા સ્થાનો પર મોકલવામાં આવતું હતું. ઉપરાંત દરોડામાં ચકાસણી દરમ્યાન 60 ડુપ્લીકેટ તેલના ડબ્બા મળી આવ્યા હતા તેમજ અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર મળી આવ્યા જેના હેઠળ ડુપ્લીકેટ તેલનું વેચાણની યોજના હતી.
વેચાણ કરનાર આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો
લિંબાયત પોલીસ તથા ઝોન 02 એલસીબી સ્કવોડ દ્વારા બાતમીના આધારે લિંબાયત વિસ્તારની અલગ અલગ આઠ દુકાનોમાં ગુરુવારે તા. 18 એપ્રિલના રોડ દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. એન.કે. પ્રોટીન્સ પ્રા.લિ. તિરુપતિ કપાસિયા તેલના લેબલ તથા બૂચની કોપી કરી તેલના ડબ્બા પર કોપી રાઈટના લેબલનો ગેરકાયદે દુરુઉપયોગ કરી કોપી રાઈટ લેબલવાળું તેલ બજારમાં વેચાણ કરનાર આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઈ છે.
એક મહિના અગાઉ રાંદેરમાંથી નકલી ઘી ઝડપાયુ
રાંદેર ઝોનમાં ગોગા ચોક વિસ્તારમાં રાજેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા નકલી ઘી બનાવવામાં આવતું હોવાની માહિતી પાલિકાને મળી હતી. આ વ્યક્તિ દ્વારા વનસ્પતિ ઘી તથા રાગ વનસ્પતિ ઘી તથા જેમીની સોયાબીન તેલ તથા હળદર તથા સુગંધી ફ્લેવર્ડનું ભેળસેળ કરી શુદ્ધ ઘી ના નામે બનાવટી ઘી બનાવવામાં આવ્યું હતું.
આ જથ્થો તૈયાર કરીને શહેરના જુદા જુદા વિસ્તારની ડેરીમાં વેચાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત તમામ ધીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીના લેબલ લગાવવામાં આવતા હતા. પાલિકાના આરોગ્ય વિભાગે 225 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપીને પરીક્ષા માટે લેબોરેટરીમાં મોકલી આપ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App