સુરત(Surat): શહેરમાં કોર્ટે આકરી સજા ફટકારી હોવા છતાં ગુનાખોરીના દરમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. એક બાદ એક કિશોરીઓ હવસખોરનો શિકાર બની રહી છે. ચીખલી(Chikhli)માંથી ભાગી છૂટ્યા બાદ મિત્ર સાથે સુરત આવેલી કિશોરી પર બંધ મકાનમાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેને કારણે ડિંડોલી(Dindoli) પોલીસ દોડતી થઇ ગઈ છે. એટલું જ નહીં પોલીસે ત્રણેય નરાધમોને કલાકોમાં જ પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પીએસઆઈ કે.બી દેસાઈએ જણાવ્યું હતું કે, સામૂહિક દુષ્કર્મ એ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો જેણે લગ્ન ન કરવાને કારણે ભાગી ગયેલી છોકરી અને તેના મિત્રોને ટેકો આપ્યો હતો. એક અઠવાડિયા પહેલા કિશોરી સાથે મારામારી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જણાવી દઈએ કે કિશોરીએ ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે. માતાએ તેની કિશોરી પુત્રી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. મેડિકલ તપાસ હજુ બાકી છે.
બળજબરી પૂર્વક બાંધ્યો સંબંધ:
ડિંડોલીના પીએસઆઈ કે.બી.દેસાઈએ જણાવ્યું કે, દોઢ વર્ષ પહેલા એટલે કે 15 વર્ષની ઉંમરે માતા અને માસા-માસીએ દબાણ કરતાં કિશોરી ઘર છોડીને સૂરજ સિંહ નામના યુવક સાથે સુરત ભાગી ગઈ હતી. ત્યારપછી બંને અલગ અલગ જગ્યાએ રહેવા લાગ્યા. જો કે, સૂરજ સિંહે કિશોરી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અવારનવાર કિશોરી આ હવસખોરનો શિકાર બની હતી.
જ્યારે યુવતી ચેન્જિંગ રૂમમાં હતી ત્યારે સૂરજ સિંહ અન્ય બે લોકોની સાથે સંપર્ક થયો હતો. અવારનવાર ઘરે રહેતા બંને મિત્રોની કિશોરી પર ખરાબ નજર હતી, જે બાદ તાજેતરમાં સૂરજ સિંહના બે મિત્રો 16 વર્ષની કિશોરીને SMC આવાસના બંધ મકાનમાં લઈ ગયા હતા અને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેનો વિરોધ કરતા સુરજ દ્વારા કિશોરીને માર મારવામાં આવ્યો હતો જેને કારણે કિશોરી ઘર છોડીને ચાલી ગઈ હતી.
દુષ્કર્મ બાદ કિશોરીને ફર્નિચરની દુકાનના માલિક સંજયભાઈએ અહીં-તહીં ભટકતા જોઈ તેણે સહારો આપી પોતાની દુકાનમાં કામે રાખી લીધી હતી. જો કે આ અંગે સુરજસિંહને જાણ થતાં તે યુવતીને મળવા સંજયભાઈના ઘરે પહોંચ્યો ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. કિશોરીએ સંજયભાઈની મદદથી ન્યાય માટે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ત્રણેય નરાધમ વિરુદ્ધ ગુનો નોંધી રાતોરાત ધરપકડ કરવામાં આવી હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.