સુરત વરાછા વિસ્તારમાં આવેલા કુબેરનગરની ખાડીમાં વિવેકાનંદ સોસાયટી પાસે રમતા રમતાં સાત વર્ષનો બાળક ખાડીમાં તણાઈ ગયો હતો. જેથી ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ખાડીમાં ઉતરીને બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, આ બાળક મહેમાન બનીને વિવેકાનંદ સોસાયટીમાં આવ્યો હતો. વિવેકાનંદ સોસાયટી નજીકથી પસાર થતી ખાડીમાં સાત વર્ષનો બાળક સ્કૂલમાં રજા હોવાથી રમવા ગયો હતો. આ દરમિયાન અગમ્ય કારણોસર ખાડીમાં તણાઈ ગયો હતો. જેની જાણ સ્થાનિકોને થતાં મોટી સંખ્યામાં ટોળા ઉમટ્યાં હતાં.બીજી તરફ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
ફાયરબ્રિગેડના અધિકારીઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે, બપોરના 11.37 વાગ્યે કોલ આવ્યો હતો. જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ કરી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બાળક તણાઈને આગળ નીકળી ગયો હોય તેવી શક્યતા સેવાઈ રહી છે. હાલ જવાનો દ્વારા બાળકને શાધવા માટેની કામગીરી ચલાવી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.