સુરતના હવસખોર પાડોશી અને ચાર સંતાનના પિતાએ 5 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

સુરત(Surat): પાંડેસરા(Pandesara) શ્રમ વિસ્તારમાં રહેતી 5 વર્ષીય બાળકીને પાડોશમાં રહેતા 4 સંતાનના પિતાએ કેળાની લાલચ આપીને માસૂમ બાળકી પર દુષ્કર્મ(Mischief) આચર્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાંડેસરામાં રહેતા ચાર સંતાનના પિતાએ પાડોશમાં રહેતી 5 વર્ષની બાળકીને કેળાની લાલચ આપીને તેના ઘરે લઈ જઈ તેના દુષ્કર્મ આચર્યું હતું.

પડોશીની આ પ્રકારના ખરાબ કૃત્યને કારણે બાળકી એટલી હદે ડરી ગઈ હતી કે તેણે આ વાત ઘરમાં પણ કરી ન હતી. પરંતુ બાળકી જયારે કપડા બદલવા માટે ગઈ હતી ત્યારે માતાને શંકા ગઈ અને પછી માતાએ દીકરીને બેસાડી પૂછપરછ કરવામાં આવી જેમાં અંતે પાડોશીની ગંદી હરકતોનો ભાંડો ફુટયો હતો. માતા જ્યારે પાડોશીને પૂછવા ગઈ તો તેણે આવુ કશું ન કર્યુ હોવાનું કહ્યું હતું. આસપાસ રહેતા લોકોએ એકઠા થઈને પડોશી સાથે માથાકૂટ કરી નરાધમને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

કેળાની લાલચે રૂમમાં લઈ ગયો અને બાળકી પર આચર્યું દુષ્કર્મ:
પાંડેસરા પોલીસ દ્વારા નરાધમ પાડોશી દિનેશ મદારીલાલ પ્રજાપતિ (ઉ.વ.37)(મૂળ રહે,યુપી)ની સામે દુષ્કર્મ અને પોક્સો એકટની કલમો હેઠળનો ગુનો નોંધી ધરપકડ માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, આરોપી દિનેશ એમ્બ્રોઇડરીના કારખાનામાં મજૂરી કામ કરે છે.​​​​​​​ બીજી એપ્રિલના રોજ રાત્રે તે ડ્યૂટી પરથી રૂમ પર આવ્યો ત્યારે બાળકી નીચે રમતી જોવા મળી હતી. તે સમયે નરાધમ પાડોશીએ બાળકીને કેળુ આપવાની લાલચ આપી પોતાના રૂમમાં લઈ ગયો હતો અને હવસખોર પાડોશીએ દુષ્કર્મ આચર્યું હતું.

આરોપી 4 સંતાનોનો પિતા:
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહે છે અને 4 બાળકોનો પિતા છે. નરાધમ આરોપી પાડોશીને સંતાનમાં ત્રણ દીકરી અને 1 દિકરો છે અને હાલમાં તેની પત્ની પણ પ્રેગ્નેટ છે. હાલમાં તો પત્ની પોતાના 4 સંતાનોને લઈ વતન ચાલી ગઈ છે. નરાધમ આરોપી છેલ્લા ચાર મહિનાથી એકલો રહેતો હતો. બાળકી નરાધમ પાડોશીની દીકરી સાથે અવાર-નવાર રમવા જતી હતી. જેને કારણે તે પાડોશીને ઓળખતી હોય જેથી તે તેના ઘરે ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *