રાજકોટમાં મજાક-મજાકમાં એક મિત્રએ બીજા મિત્રની કરી હત્યા! બંને છરીથી શું થઇ શકે તેની ચર્ચા કરતા હતા

હાલ એક ચકચારી ઘટના રાજકોટ (Rajkot)માંથી સામે આવી છે. અહીં, મજાક મજાકમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો છે. મળતી માહિતી અનુસાર, કચ્છ (Kutch)ના અંજાર (Anjar)નો યુવક રાજકોટમાં ખોખડદળ પાસે રહેતી વિધવા ભાભીના ઘરે આવ્યો હતો. આ દરમિયાન ભાભી અને ભાભીના ભાઇ સાથે છરીથી શું થાય તેવી ચર્ચા તેમજ મજાક ચાલતી હતી, તેમાં ભાઇના સાળાએ આટલી વાર લાગે તેમ કહી યુવકને સાથળમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો, જેનાથી ધોરી નસ કપાઇ જતાં યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ધોરી નસ કપાઇ જતાં લોહી વહી જવાથી મોત થયું:
મૃતક દેવરાજ કિશોરભાઇ પરમાર (ઉ.વ.26) નામનો યુવક કચ્છના અંજારમાં રેલવે સ્ટેશન પાછળના નવાનગરમાં રહે છે. તે સોમવારના રોજ રાજકોટના ખોખડદળમાં રહેતી તેની વિધવા ભાભી જ્યોત્સના અજય પરમારના ઘરે આવ્યો હતો. આ દરમિયાન મંગળવારે બપોરે બે વાગ્યાના આસપાસ ભાભી અને ભાભીના ભાઇ સાથે છરીથી શું થાય તેવી ચર્ચા તેમજ મજાક ચાલતી હતી.

તેમાં ભાઇના સાળાએ આટલી વાર લાગે તેમ કહી યુવકને સાથળમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. તેથી દેવરાજને તેની ભાભી જ્યોત્સનાએ સિવિલ હોસ્પિટલમાં ઘવાયેલી હાલતમાં દાખલ કર્યો હતો, પરંતુ ધોરી નસ કપાઇ જતાં લોહી વહી જવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો:
આ અંગે દેવરાજના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, દેવરાજને તેના મૃતકભાઇ અજયની પત્ની જ્યોત્સના સાથે લફરું હતું અને જ્યોત્સના અવારનવાર ફોન કરીને તેને બોલાવતી હતી. દેવરાજ સોમવારે પણ જ્યોત્સનાના ફોનથી જ રાજકોટ આવ્યો હતો. તેથી જ્યોત્સનાએ જ દેવરાજને છરીના ઘા ઝીંકી પતાવી દીધાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો, જ્યારે દેવરાજને મજાક મજાકમાં છરી લાગ્યાનું જ્યોત્સનાએ રટણ રટ્યું હતું. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મનુષ્યવધનો ગુનો નોંધી શૈલેષને સકંજામાં લઇ કાર્યવાહી શરૂ:
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી શૈલેષનો ઇરાદો હત્યા કરવાનો નહોતો, પરંતુ છરીનો ઘા ઝીંકવાથી કોઇપણ વ્યક્તિનું મોત નીપજી શકે તે બાબત જાણતો હોવા છતાં તેણે દેવરાજને છરીનો ઘા ઝીંક્યો હતો. તેમજ ધોરી નસ કપાઇ જવાથી દેવરાજનું કરુણ મોત નીપજ્યું હતું, જેથી પોલીસ દ્વારા શૈલેષ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ તેની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *