સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર સુરત(Surat)ના ભેસ્તાન(Bhestan) વિસ્તારમાં આવેલ ઊન ભીંડી(bhindi) બજારમાં જાહેરમાં ફ્રૂટના વેપારી(Fruit merchant)ની હાથની નસ કાપી કરપીણ હત્યા(Murder) મામલો સામે આવતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો હતો. જાણવા મળ્યું છે કે, મરનાર અને મારનાર યુવક છેલ્લા ત્રણ વર્ષથી મિત્ર હતા.
હત્યા કરનાર યુવક પોતાના વિસ્તારમાં યુવકો અને પાકિટ ચોરી કરવાની ટ્રેનિંગ આપતા હતો. તો મરનાર યુવક આ ગેગનો સભ્ય હતો. પરંતુ, તેને ગેંગ છોડીને ફરી ગેંગમાં જોડાવાની ફરજ પડી હતી. પરિવારનો આરોપ છે કે યુવકે આવવાની ના પાડતા તેની હત્યા કરવામાં આવી છે. જોકે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ઉન ખાતે ભીડીબજારમાં રહેતો ફ્રૂટના વેપાર કરતો અખ્તર ઉર્ફે અકો મુક્તાર શેખ હાથની નસ કાપી તલવાર-છરીના 9 ઘા મારી પતાવી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો હતો.
મરનાર યુવકને તેના મિત્રએ જ ફોન કરી ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ 15 મિનિટમાં જ મોતને ઘાટ ઉતારી દેવાના સમાચાર પરિવારને મળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ત્રણ વર્ષની દોસ્તી બાદ અખ્તરની હત્યાને લઈ અનેક પ્રશ્નો ઉઠ્યા છે.
જાણવા મળ્યું છે કે, હુમલાખોર ઇમરાનની આ હત્યામાં મુખ્ય ભૂમિકા હતી. તડીપાર થઈને આવેલા ઇમરાન યુવાનોને પોકેટ મારવાની ટ્રેનિંગ આપતો હતો અને મરનાર યુવક આ ગેંગના સભ્યો હતો બાદમાં તે ફ્રુટનો વેપાર કરવા લાગ્યો હતો. જેને લઇને આ ગેગે ફરી યુવકને ગેંગમાં જોડાવવા માટે સતત દબાણ સાથે ધમકી આપવામાં આપી હતી.
ત્યારે યુવકે તેમાં જોડાવાની ના પાડતાં ગેંગના સભ્ય ઇમરાન એક તેના મળતિયાઓ સાથે મળીને યુવકની કરપીણ અને જાહેરમાં ઘાતકી હત્યા કરવાના આરોપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. જોકે, આ ઘટનાની જાણ થતા સચિન GIDC પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.