હાલ એક એવી ઘટના સામે આવી છે જેમાં પાંડેસરાના વાલકનગરમાં રહેતી અર્ચના નામની પાંચ વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગઈકાલે રાત્રે અચાનક બાળકીને ઝાડા-ઊલટી થતાં તેની તબિયત બગડી હતી. માતાએ પોતાની વહાલી દીકરીને હોસ્પિટલ લઈ જવા માટે દોડ લગાવી હતી. કર્ફ્યૂનો સમય હોવાથી બહાર કોઈ વાહન મળ્યું ન હતું. પોતાની બાળકીની અચાનક તબિયત બગડતા માતા પોતે જ તેને ઊંચકીને સિવિલ હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી. જોકે, બાળકીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.
બાળકીની તબિયત બગડતા માતા તેની દીકરીને પાંડેસરાના વાલકનગરથી સિવિલ હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ રસ્તામાં બાળકીએ શ્વાસ છોડી દીધો હતો. રાત્રિના સમયે પિતા કામ પરથી ઘરે પરત ફર્યા ન હતા અને બીજી તરફ કર્ફ્યૂનો સમય શરૂ થઈ ગયો હતો, જેથી બસ કે ઓટોરિક્ષા પણ માતાને મળી ન હતી જેથી તે પોતાની દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઇ જાય. આર્થિક સ્થિતિ નબળી હોવાથી માતા પાસે મોબાઈલ ફોન પણ ન હતો. તેથી તે 108માં પણ ફોન કરી શકી ન હતી.
માતાએ રીતસરની પોતાની બાળકીને ખભે ઉપાડીને હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી, પરંતુ કમનસીબે બાળકી હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ સોસિયો સર્કલ પાસે રસ્તામાં જ જીવ ગુમાવ્યો હતો. બાળકીને માત્ર ઝાડા-ઊલટી થયાં હતાં. સવાર સુધી તે ખૂબ જ સ્વસ્થ હતી.
અચાનક જ તેને રાત્રિના સમય દરમિયાન ત્રણથી ચાર મિનિટ ઝાડા થયા બાદ તે ઢળી પડી હતી. ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી માતાએ પોતાની દીકરીને બચાવવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો. પરંતુ શહેરમાં કોરોના સંક્રમણ વધવાથી કર્ફ્યૂ હોવાથી સમયસર વાહન ન મળતાં, હોસ્પિટલની સારવાર મેળવવામાં મુશ્કેલી પડી હતી. જેથી આવા સંજોગામાં બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.