જમીનમાંથી નીકળ્યો દારૂનો ખજાનો: સુરતમાં મહિલાએ ઘરના વાડામાં અને બાજુની જમીનમાં દાટી 1728 દારૂની બોટલો

Liquor in Surat: સુરતમાં બુટલેગરો બેફામ બન્યા છે, જાણે પોલીસનો કોઈ ડર ના રહ્યો હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. તેમાં આજે એક…

Liquor in Surat: સુરતમાં બુટલેગરો બેફામ બન્યા છે, જાણે પોલીસનો કોઈ ડર ના રહ્યો હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. તેમાં આજે એક ચોકવનારો કિસ્સો સામે આવ્યો છે.મોટા વરાછા ખરી ફળિયાના મકાન નંબર 23માં રહેતી મહિલા ચંપા પટેલ અને તેનો દીકરો પિયુષ પટેલ દારૂનો ધંધો કરતા હતા. જેની બાતમી પોલીસને મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી સહીતની ટિમ દ્વારા સામુહિક રેડ કરવામાં આવી હતી.જેમાં જમીનની અંદરથી ખાડો કરીને દારૂ કાઢવામાં આવ્યો હતો,આ સાથે જ મહિલાના ઘરમાંથી(Liquor in Surat) સંતાડેલ 1,98,600 રૂપિયાની 1728 દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે.તો બીજી તરફ મહિલા સાથે સંડોવાયેલ તેનો દીકરો પંકજ માંગીલાલ અને વિનોદને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂ પકડાવો એ નવી વાત નથી પરંતુ ઉત્રાણમાં મહિલા બુટલેગર અને તેના દીકરાએ જે રીતે દારૂ છુપાવ્યો હતો તે તરકીબ જોઈ પોલીસ પણ અચરજમાં મુકાઈ ગઈ હતી.

જમીનમાં છુપાવ્યો હતો દારૂ
આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તે માત્ર કાગળ પર જ હોય તેવું લાગે છે. કારણ કે રાજ્યનું કોઈ ગામ, શહેર કે જિલ્લો નહીં હોય જ્યાં દારૂ વેચાતો કે પીવાતો નહીં હોય. તેમાંય સુરત શહેર જિલ્લો તો દારૂના શોખ માટે જાણીતો છે, ત્યારે સુરત શહેર પોલીસે સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.વાત ખરેખર એમ છે કે સુરત પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે મોટા વરાછા ઉત્રાણ ખાતે આવેલા ખરી ફળીયામાં મહિલા બુટલેગરે તેના ઘરમાં દારૂ છુપાવ્યો છે અને તે ઘરેથી જ દારૂનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પીસીબી અને ડીસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહિલા બુટલેગરના ઘરે દરોડા પાડ્યા હતા.તા. 2 એપ્રિલના રોજ પોલીસે ઉત્રાણના ખરી ફળીયામાં મકાન નં. 23માં રહેતી મહિલા બુટલેગર ચંપાબેન રાજુભાઈ પટેલના ઘરે દરોડા પાડ્યા હતા. ચંપાબેન અને તેનો દીકરો પંકજ ઉર્ફે પિયુષ ઘરેથી દારૂ વેચતા હોવાની બાતમી હતી. પોલીસ જ્યારે મહિલા બુટલેગરના ઘરે પહોંચીને તપાસ કરી તો ચોંકી ગઈ હતી.

ઘરમાંથી જ ચોરી છુપીથી દારૂ વેચતા હતા
મહિલા બુટલેગર અને તેના દીકરાએ દારૂનો જથ્થો પોતાના ઘરમાં તથા ઘરના વાડામાં ઉપરાંત મકાનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં જમીનની અંદર ખાડા ખોદી સંતાડી રાખ્યો હતો. તે ઘરમાંથી જ ચોરી છુપીથી દારૂ વેચતા હતા. પોલીસે ભારતીય બનાવટની અલગ અલગ કંપનીની વિદેશી દારૂની વ્હીસ્કી, વોડકાની સીલબંધ 1,98,600ની કિંમતની 1728 બોટલ પકડી હતી.

1,99,100નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
આ ઉપરાંત મોબાઈલ, રોકડ સહિત અન્ય મળી કુલ 1,99,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે મહિલા બુટલેગર ચંપાબેનની ધરપકડ કરી હતી જ્યારે તેના દીકરા પંકજ ઉપરાંત માંગીલાલ કાનાભાઈ પટેલ (ગુજ્જર) અને વિનોદ મારવીને વોન્ટેડ જાહેર કર્યા હતા.