સુરત | પુણા પોલીસ સ્ટેશન દ્વારા હદય રોગને લાગતા ચેકઅપ કેમ્પનું આયોજન; મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ

Surat News: સુરત શહેર તેમજ ગુજરાતમાં દિન પ્રતિદિન વધતા જતા હાર્ટ એટેક ના કેસો ને ધ્યાનમાં રાખી સુરત શહેરના પુણાગામ પોલીસ સ્ટેશન ના અંદર હૃદય રોગને લગતા પ્રકારના ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુણા પોલીસ સ્ટેશનના (Surat News) તમામ પોલીસ ભાઈઓ બહેનો તેમજ સામાજિક અગ્રણીઓ હાજર રહી ચેકઅપ કરાવ્યો હતો.જેમાં ડોક્ટર રોનક મોદી તેમજ તેમની ટીમ દ્વારા તમામ પોલીસ સ્ટાફના હાર્ટ રિલેટિવ તેમજ સુગર બ્લડ જેવા તમામ રિપોર્ટ કાર્ડિયોગ્રામ જેવા તમામ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યા હતા..

આ ચેકઅપ કેમ્પમાં પુણા પોલીસ સ્ટેશનના પી આઈ એમ. સી. નાયક સાહેબ તેમજ સેકન્ડ પી.આઈ એસઆર વેકરીયા તેમજ સર્વેલેન્સ સ્ટાફ તેમજ તમામ પોલીસ કર્મચારી ભાઈઓ-બહેનો અને સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા.

ત્યારે ડો.રોનક મોદી (કાર્ડિયોલોજિસ્ટ) દ્વારા સુરત વિસ્તાર ના પુણા પોલીસ સ્ટેશન માં હદય સંબંધિત બીમારી હાર્ટ અટેકને કારણે વધી રહ્યા કેસોને લઇને તાલીમ કેન્દ્ર અને સાથે તમામ પોલીસ કર્મીઓને હદય ના તમામ રીપોર્ટ ફ્રી માં કરી આપવામાં આવશે જેવા કે ECG (કાર્ડિયોગ્રામ) ECHO અને ફ્રી કન્સલટેશન જેવા ચેકઅપ કરવામાં આવ્યા હતા..

આજકાલ ભાગદોડની જિંદગીમાં પોતાની સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવામાં પોલીસ ડિપાર્ટમેન્ટ ના સમય મળતો નથી એવામાં મોદી કાર્ડિયોલોજિસ્ટ ના ડોક્ટર રોનક મોદી દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુણા પોલીસ સ્ટેશનના ભાઈ બહેનો તેમને ઉચ્ચ અધિકારીઓ આ કેમ્પમાં જોડાયા હતા.