કોઈ બીજા યુવક સાથે ગર્લફ્રેન્ડની સગાઇ થતા, સુરતમાં પ્રેમીએ મોતને વ્હાલું કર્યું

સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) રામેશ્વરમ નગરમાં એક યુવક ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને આ અંગે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, બહેનપણીની સગાઈના સમાચાર સાંભળી માનસિક તણાવમાં આવીને યુવકે આપઘાત કરી લીધો હોવાનું પરિવાર દ્વારા જાણવા મળ્યું છે. ચાર મહિના પહેલા પરિચિત યુવતી સાથે વાત કરતા પકડાય ગયા પછી યુવતીના પરિવારે મૃતક રાકેશને માર માર્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો.

માનસિક તણાવમાં રહેતો રાકેશ:
મૃતક રાકેશનો મોટો ભાઈ અભિમન્યુ બોરસેએ જણાવતા કહ્યું હતું કે, રાકેશ પિતાના અવસાન બાદ હેર સલુનની દુકાન ચલાવતો હતો. માતા સાથે રહેતો રાકેશ ભાડાના ઘરમાં રહેતો હતો. સાત મહિનાથી ઘર પાસે રહેતી એક યુવતીના પરિચય થયા બાદ બન્ને વચ્ચે ગાઢ દોસ્તી થઈ હતી. ચાર મહિના પહેલા યુવતીએ યુવકને મળવા બોલાવ્યો હતો. જોકે આ સમયે યુવતીના પરિવારે પકડી પાડવામાં આવતા રાકેશને માર મારવામાં આવ્યો હતો અને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, એક દિવસ જેલમાં રહીને બહાર આવેલ રાકેશ ત્યારથી માનસિક તણાવમાં રહેતો હતો.

યુવક ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળતા મચી ચકચાર:
સોમવારના રોજ માતા ઘર કામ માટે બહાર ગયા હતા. રાકેશને તેના ફ્રેન્ડનો ફોન આવ્યો હતો. જેમાં યુવતીની એટલે કે, બહેનપણીની સગાઇ થઈ ગઈ હોવાની વાતની જાણકારી મળી હતી. બસ આ વાત સાંભળ્યા બાદ રાકેશ કોઈને મળ્યો ન હતો. સાંજે પાંચ વાગ્યાની આસપાસ માતા ઘરે આવતા રાકેશ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હાલમાં આ ઘટના અંગે પાંડેસરા પોલીસને તમામ હકીકતો જણાવવામાં આવી છે અને PSI યાદવ સાહેબ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *