ઘરે એમ કે દીકરી ભણવા ગઈ છે, પરંતુ 10માં ધોરણમાં ભણતી યુવતી એવા કાંડમાં પકડાઈ કે માતાપિતા થયા પોલીસ સ્ટેશન દોડતા

સુરત(ગુજરાત): હાલમાં રાજ્યમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરત(surat)ના અડાજણ(Adajan)ની એક સોસાયટીના એક બંગલામાં સ્કૂલડ્રેસમાં ધોરણ-10ની વિદ્યાર્થિની સાથે આવતા એક યુવકને સોસાયટી(Society)વાસીઓ દ્વારા રંગેહાથે ઝડપી પાડી પોલીસ(Police)ને હવાલે કરી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીનાં માતા-પિતાને તમામ હકીકતોથી વાકેફ કરતાં પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી રંગરેલિયા મનાવવા બીજી સોસાયટીમાં લઈ જનારા યુવકની અડાજણ પોલીસ દ્વારા અટકાયત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ યુવક બંગલામાં જ ફર્નિચર એટલે કે સુથારીકામ કરે છે. ઘણા સમયથી આ યુવક એક સ્કૂલડ્રેસમાં કિશોરીને લઈને આવતો હતો અને કલાકો બાદ બન્ને પરત ફરતાં હતા જેથી એટલે શંકા હતી. આખરે આજે ફરીવાર આવતાં સાથે ગણતરીની મિનિટોમાં સોસાયટીની મહિલાઓ દ્વારા બંગલામાં ઘૂસીને એક રૂમમાંથી બન્નેને પકડી પાડવામાં આવ્યા હતાં. ત્યાર બાદ બહાર લાવી સોસાયટીના પ્રમુખને બોલાવી પોલીસને જાણ કરાઈ હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કિશોરીને વારંવાર પૂછવામાં આવતા તેણે કોઈપણ હકીકત જણાવી ન હતી. જોકે, યુવક પોલીસ આવતાં જ ગભરાઈ ગયો હતો અને પોતાને માફ કરી દેવા વિનંતી કરતો હતો. જોકે, પોલીસ આવી ગયા બાદ કિશોરી પણ તૂટી ગઈ હતી અને માતા-પિતાનો મોબાઈલ નંબર આપતાં પરિવારને જાણ કરવામાં આવી હતી.

આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કિશોરીની માતા આવતાં જ ખબર પડી હતી કે કિશોરી હજી ફક્ત ધોરણ-10ની વિદ્યાર્થિની છે અને યુવક તેની જ સોસાયટીમાં રહે છે. ફળિયામાં રહેતી કિશોરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી રંગરેલિયા મનાવતા આવા યુવકોથી સાવધાન રહેવા સમાન કિસ્સો સામે આવ્યો છે. જોકે, અડાજણ પોલીસ બન્નેને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. જાણવા મળ્યું છે કે, માતાએ તો પોતાની દીકરીને જાહેરમાં જ લાફા મારી પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *