વરસાદી માહોલ વચ્ચે વડોદરામાં ઘસી આવ્યો 8 ફૂટનો મગર, 5 કલાકની ભારે મહેનત બાદ રેસ્ક્યુ કરાયો

વડોદરા(ગુજરાત): છેલ્લા ઘણા દિવસોથી વરસાદે ભારે તબાહી મચાવી હતી. ત્યારે વરસાદ શરૂ થતાં જ વડોદરા(vadodara) શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી(Vishwamitri river)માંથી મગરો(Crocodile) સોસાયટી વિસ્તારોમાં આવવાની…

વડોદરા(ગુજરાત): છેલ્લા ઘણા દિવસોથી વરસાદે ભારે તબાહી મચાવી હતી. ત્યારે વરસાદ શરૂ થતાં જ વડોદરા(vadodara) શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી(Vishwamitri river)માંથી મગરો(Crocodile) સોસાયટી વિસ્તારોમાં આવવાની શરૂ થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારે વન વિભાગ દ્વારા રાજમહેલમાંથી 8 ફૂટનો અને પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાએ કલાલી પાસેની એક કન્સ્ટ્રક્શન સાઇટના પાણી ભરેલા ખાડામાંથી 5.5 ફૂટનો મગર રેસ્ક્યૂ(Rescue) કરવામાં આવ્યો હતો.

વન વિભાગના રેસ્ક્યુ ટીમના જિગ્નેશ પરમારને માહિતી મળી હતી કે, રાજમહેલમાં એક મગર ધસી આવ્યો છે. મેસેજ મળતા જ તેઓ પોતાની ટીમ અને પીંજરું લઇ રાજમહેલમાં પહોંચી ગયા હતા અને ભારે મહેનત બાદ 8 ફૂટના મગરને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. આ મગર રાજમહેલ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી આવી ગયો હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ રેસ્ક્યૂ કરવામાં આવેલા મગરને વન ખાતાની કચેરી ખાતે લઇ જવામાં આવ્યો હતો. મગરને સલામત સ્થળે મુક્ત કરી દેવામાં આવશે.

આ ઉપરાંત, ગુજરાત એસ.પી.સી.એ. અને વાઇલ્ડ લાઇફ એસ.ઓ.એસ.ના સંચાલક રાજ ભાવસાર અને તેમની ટીમે કલાલી પાસે ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરના પાણી ભરેલા ખાડામાંથી 5.5 ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો. રાજ ભાવસારને મેસેજ મળ્યો હતો કે, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણી ભરેલા ખાડામાં મગર છે. મેસેજ મળતા જ તાત્કાલિક તેમની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી અને મગરને ભારે મહેનત બાદ રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.

આ અંગે રાજ ભાવસારે જણાવ્યું હતું કે, કન્સ્ટ્રક્શન સાઇટમાં આવી પહોંચેલા મગરને કાઢવો મુશ્કેલ હતો. મગર કાઢવા માટે ખાડામાંથી પાણી ઓછું કરવામાં આવ્યું હતું. તે બાદ ટીમે મગરને કોઇ જાનહાનિ ન થાય તે રીતે રેસ્ક્યૂ કર્યો હતો. પાણી ભરેલા ખાડામાંથી મગરને બહાર કાઢવા માટે 5 કલાક કરતા પણ વધુ સમય લાગ્યો હતો. મગર પકડાયા બાદ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર રહેતા મજૂરોએ હાશકારો અનુભવ્યો હતો.

છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ શરૂ થતાં જ શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી મગરો સોસાયટી વિસ્તારોમાં આવવાની શરૂઆત થઇ ગઇ છે. ખાસ કરીને નદી કિનારે રહેતા લોકો માટે વિશ્વામિત્રી નદીમાંથી ધસી આવતા મગરો ઘણા જોખમકારક હોય છે. જેથી નદી કિનારાના લોકોને મગરો આવી જવાનો ડર સતત રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *