સુરત(Surat): રાંદેર(Rander)માં પ્રેમિકાના ઈશારે પ્રેમીએ બનેવી પર જીવલેણ હુમલો(Brutal attack) કરી હત્યાની કોશિશ કરતો વીડિયો સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે. એટલું જ નહીં પણ પ્રેમ લગ્ન કરતા સાળીને મન દુઃખ થયું હોવાનું ઇજાગ્રસ્ત બનેવી એ જણાવ્યું છે. 18 વર્ષના પ્રેમ લગ્નમાં આ 5 મો હુમલો થતા પરિવાર ડરના માહોલમાં જીવવા મજબુર બન્યું છે. જોકે CCTVમાં કેદ હુમલાની ઘટના બાદ હત્યાનું કાવતરું પૂર્વ આયોજિત હોવાનું ઇજાગ્રસ્ત સલીમે જણાવ્યું છે.
સુરતમાં પ્રેમિકાના ઈશારે પ્રેમીએ બનેવી પર જીવલેણ હુમલો કર્યો #trishulnews #topnewstoday #dailynews #newsupdate pic.twitter.com/W4HRgel1mt
— Trishul News (@TrishulNews) January 16, 2022
સલીમ હાસીમ સાદીકિ(ઇજાગ્રસ્ત)એ જણાવ્યું હતું કે, રાંદેર તૈયબા એપાર્ટમેન્ટ માં રહે છે અને નોકરી કરી બે સંતાન સાથે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. 14 મી ની રોજ તેઓ ઘર નજીક ત્રણ બત્તી વિસ્તારમાં કામકાજ માટે ગયા હતા. જ્યાં પાછળ થી કોઈ ઇસમે માથા પર કુહાડી થી હુમલો કર્યા બાદ ઉપરા ઉપરી કુહાડીના ઘા માર્યા હતા. તપાસ કરતા ખબર પડી હતી કે સાળી અસમાના ઈશારે એના પ્રેમી સજજાદ દ્વારા પતાવી દેવાના ઇરાદે હુમલો કરી કરવામાં આવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, હુમલા બાદ સ્વબચાવ માટે વળતો જવાબ આપતા આપતા જમીન પર પડી જતા હુમલાખોર ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે સિવિલ લઈ આવતા માથામાં બે ઘા અને 9 ટાકા, ડાબા હાથની કોણી ઉપર 3 અને શરીર ઉપર ઘાની પ્રાથમિક સારવાર બાદ તેમણે રજા આપી દેવાય હતી.
વધુમાં જણાવ્યું હતું કે, CCTV માં કેદ આખી ઘટના બાદ આ હુમલો મારી હત્યાનું કાવતરું પણ હોય શકે છે અગાઉ પણ આજ વ્યક્તિએ મારી સાળીના કહેવા પર વારંવાર હુમલા કર્યા છે. ડોક્ટરોએ પણ માથામાં નાના મગજ પર વાગેલા ઘા બાદ કહ્યું છે તમને નવું જીવન મળ્યું છે. રાંદેર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.