જાણો એવું તો શું થયું કે, સુરતમાં સસરાએ મિત્ર સાથે મળી પોતાના જ જમાઈનું કાઢી નાખ્યું કાસળ

હાલમાં સુરતના પલસાણામાં પ્રેમલગ્ન બાદ દારૂના નશામાં વારંવાર સસરા સાથે ઝઘડો થતો હતો તેથી સસરાએ મિત્ર સાથે મળીને જમાઈનું કાસળ કાઢી નાખ્યું હતું. જે ઘટનામાં…

હાલમાં સુરતના પલસાણામાં પ્રેમલગ્ન બાદ દારૂના નશામાં વારંવાર સસરા સાથે ઝઘડો થતો હતો તેથી સસરાએ મિત્ર સાથે મળીને જમાઈનું કાસળ કાઢી નાખ્યું હતું. જે ઘટનામાં કડોદરા પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સસરા અને તેના મિત્રએ જમાઈને મોપેડ પર અપહરણ કરી વાકાંનેડાથી અંત્રોલીની સીમમાં લઈ જઈ રૂમાલ વડે ટૂંપો આપી બ્લેડ વડે ગળાના ભાગે ઘા મારી હત્યા કરી હતી. ત્યારબાદ બંનેએ એટલી ક્રુરતા કરી હતી કે, જમાઈ તડફડીયા મારી રહ્યો હતો અને જ્યાં સુધી મોત નહિ થાય ત્યાં સુધી બંને ત્યાં જ રોકાયા હતા. ત્યારબાદ લાશને ઝાડીમાં નાખી ભાગી ગયા હતા.

સુરત શહેરના પર્વત પાટીયામાં રહેતા એક યુવકે પલસાણા તાલુકાના વરેલી ગામની એક યુવતી સાથે ચાર વર્ષ પહેલા પ્રેમલગ્ન કરી લીધા હતા. જે અંગે યુવક સાથે ફોન પર યુવતીના પિતાનો ઝગડો થતો હતો. આ દરમિયાન યુવતીના પિતાએ પ્રેમલગ્નની અદાવત રાખી, અઠવાડિયા પહેલા યુવકનું અપહરણ કરી અંત્રોલી ગામે લઇ જઇ હત્યા કરી હતી અને લાશ ઝાડીમાં ફેંકી દીધા હતી. યુવતીએ પતિના ગુમ થવા બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પિતા પર શંકા વ્યક્ત કરતા આખરે હત્યાનું રહસ્ય ખુલ્યું હતું. યુવકની હત્યા સસરાએ કોઈ રિક્ષા ચાલકની મદદ લઇ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સુરત શહેર પરવત પાટીયામાં આવેલ સંતોષ નગરમાં રહેતા રાહુલ શંકર પ્રસાદ શાહને 4 વર્ષ પહેલા પલસાણા તાલુકાના વરેલી ગામે ગીત ગોવિંદ સોસાયટીમાં પરીવાર સાથે રહેતી સ્વીટી નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ બંને પ્રેમલગ્ન કરી ભાગી ગયા હતા. જેને કારણે સ્વીટીના પિતા મનોજ નંદપ્રસાદ જમાઈ રાહુલની સાથે વારંવાર ફોન પર ઝગડો કરતા હતા. આ દરમિયાન પોતાની દીકરીની સાથે પ્રેમસંબંધ બાંધી લગ્ન કરી લીધા હોવાની અદાવત રાખીને મનોજનંદ પ્રકાશે 8 દિવસ પહેલા તેના મિત્ર રણજીત જે રીક્ષા ચલાવે છે, તેની સાથે મળીને તેમની એક્ટીવા (GJ-19-BB-8868) પર મારી નાખવાના ઇરાદે વાંકાનેડા ગામથી તેનું અપહરણ કરી ગયા હતા.

અપહરણ બાદ જમાઇને માર મારતા મારતા અંત્રોલી ગામની સીમમાં રીંકુ સ્કુલની સામે આવેલ ખુલ્લી ઝાડીઓમાં લઇ જઈ રાહુલના ગળે કાપડની ટુકડા વડે ગળે ટુંપો આપી બ્લેડ વડે ગળાના ભાગે ઘા મારી તેની ઠંડા કલેજે હત્યા કરી હતી. ત્યારબાદ લાશ કોઇને મળે નહીં તેમ ઝાડીઓમાં ફેંકી દઈ બન્ને આરોપીઓ ભાગી ગયા હતા. બીજી તરફ અઠવાડિયા પહેલા ગુમ થયેલ પતિ અંગે સ્વીટીએ કડોદરા પોલિસ મથકમાં પતિના ગુમ થવા અંગેની ફરિયાદ આપી હતી અને પોતાના પિતા પર શંકા વ્યક્ત કરી હતી. કડોદરા પોલીસે તપાસ કર્યા બાદ સસરાની પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. યુવતીના પિતા તેમજ રીક્ષાના ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી યુવકની લાશનો કબ્જો લીધો હતો. કડોદરા પોલીસ મથક દ્વારા હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુવક યુવતીના પ્રેમલગ્ન બાદ સસરાએ જમાઈની હત્યા કરતા પ્રેમ લગ્નમાં આવેલ કરૂણ અંજામને લઈ સમગ્ર પંથકમાં હોબાળો મચી ગયો હતો.

સસરા અને તેના મિત્ર દ્વારા જમાઈની હત્યાનું રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, ઘટનાના દિવસે રાહુલે તેના ગુડ્ડુ નામના મિત્રના ફોન પરથી કોંફરન્સમાં સસરા મનોજ સાથે વાત કરી ઝગડો કર્યો હતો. ત્યારબાદ મનોજે તેના રિક્ષા ડ્રાઇવર મિત્ર રણજિત સાથે મળી 25 જાન્યુઆરીએ બપોરે રાહુલનું વરેલી ખાતેથી મોપેડ પર અપહરણ કર્યું હતું અને વાંકાનેડા ગામની સીમમાં લાવ્યા હતા અને ત્યાં જાહેરમાં રાહુલને માર માર્યો હતો. ગ્રામજનોએ પારિવારિક સમસ્યા સમજી ત્રણેયને નજર અંદાજ કર્યા હતા.

મનોજે પથ્થર વડે રાહુલનું માથું ફોડી નાખતા રાહુલ જીવ બચાવી ભાગી ગયો હતો. જે જોઈ સસરા મનોજે રાહુલને પકડવા ‘મેરી લડકી કો લેકે ભાગા પકડો પકડો’ એમ કહી પાછળ દોડ્યો હતો. જે જોઈને ગ્રામજનોએ જ રાહુલને ફરી પકડી મનોજને સોંપ્યો હતો. ત્યારબાદ મનોજે એક રાહદાર પાસેથી નજીકની દુકાનમાંથી બ્લેડ મગાવી અને ફરી રણજિત અને મનોજ મળી લોહીલુહાણ હાલતમાં રાહુલને મોપેડ પર બેસાડી નહેરવાળા રસ્તે રિંકુ સ્કૂલની સામે લઈ ગઈ મનોજે રાહુલના ગળામાં રૂમાલથી ટૂંપો આપી બ્લેડ વડે ઘા માર્યો હતો. આ દરમિયાન રાહુલ તડફડીયા મારી રહ્યો હતો અને જ્યાં સુધી રાહુલનું મોત નહિ થાય ત્યાં સુધી બંને ત્યાં રોકાયા હતા. રાહુલના મૃત્યુ બાદ બને રાહુલની લાશને ઝાડીમાં નાખી ભાગી છૂટ્યા હતા. જે બાદ મનોજ વતન ભાગી ગયો હતો અને રણજિત રિક્ષા ચલાવવા લાગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *