સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડાઈંગ મિલમાં મંગળવારે સવારે બીજા માળે અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધી હતી. હાલ કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ માલોઈ રહ્યા નથી. જોકે, ડાઈંગ મિલમાં મોટા પ્રમાણમાં નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
4 પ્રિન્ટિંગ મશીન, ફર્નીચર સહિતનો સામાન બળીને ખાખ થયો
પાંડેસરા વિસ્તારમાં વસંત ડાઈંગ મિલમાં બીજા માળે આવેલા પ્રિન્ટિંગ ખાતામાં અચાનક આગ ફાટી નીકળી હતી. સવારે 7.20 કલાકે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, આગ કાબૂમાં આવે તે પહેલા 4 પ્રિન્ટિંગ મશીન, 22 તાકા, ફર્નીચર, ઇલેક્ટ્રિક મોટર, કેબલ સહિતનો અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જેના પગલે મોટા નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ હોવાના અહેવાલ મળ્યા નથી.
મહિધરપુરામાં લાકડાના બંધ ઘરના ત્રીજા માળે લાગી આગ કાબૂમાં
બીજી એક ઘટનામાં મહિધરપુરામાં લાકડાના બંધ ઘરના ત્રીજા માળે મોડી રાત્રે આગ લાગી હતી. રસ્તા પરથી પસાર થતા વરઘોડામાં ફોડવામાં આવેલા ફટાકડાના કારણે એક રોકેટ ત્રીજા માળે ઘૂસી જતા આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરની બે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણની મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. બંધ મકાન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.